Home> Sports
Advertisement
Prev
Next

DC vs MI Pitch Report: દિલ્હી અને મુંબઈ વચ્ચેની ટક્કરમાં ટોસ બનશે બોસ! જાણો શું કહી રહ્યા છે અરુણ જેટલી સ્ટેડિયમના આંકડા

MI vs DC: IPLમાં આજે દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે.

DC vs MI Pitch Report: દિલ્હી અને મુંબઈ વચ્ચેની ટક્કરમાં ટોસ બનશે બોસ! જાણો શું કહી રહ્યા છે અરુણ જેટલી સ્ટેડિયમના આંકડા

Arun Jaitley Stadium Pitch Report: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સાંજે 7:30 કલાકે આઈપીએલમાં આમને-સામને થશે. આ મેચ દિલ્હી કેપિટલ્સના હોમ ગ્રાઉન્ડ 'અરુણ જેટલી સ્ટેડિયમ' પર રમાશે. આ મેદાન પર ટોસ મહત્વની ભૂમિકા ભજવશે. એમ કહી શકાય કે અહીં ટોસ બોસ હશે આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ અહીં પહેલા બોલિંગ કરવાનું પસંદ કરતી હોય છે.

fallbacks

આ પણ વાંચો:
શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
રાશિફળ 11 એપ્રિલ: આ રાશિઓનું ભવિષ્ય ચમકશે, મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા
ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય

વર્ષ 2019 થી અત્યાર સુધીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં કુલ 31 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન પાછળથી બેટિંગ કરનાર ટીમે 23 મેચ જીતી છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમ માત્ર 6 મેચમાં જ જીતી શકી છે. અન્ય બે મેચ ટાઈ રહી છે. આજની મેચમાં પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહેવાની આશા છે. આવી સ્થિતિમાં, ટોસ જીતનારી ટીમ ચોક્કસપણે અહીં ચેઝ કરવાનું પસંદ કરશે. એટલા માટે એમ કહી શકાય કે અહીં ટોસ બોસ હશે અને ટોસ જીતનારી ટીમની મેચ જીતવાના ચાન્સ વધુ હશે.

કેવી છે અરુણ જેટલી સ્ટેડિયમની પીચ?
ગયા અઠવાડિયે અહીં રમાયેલી દિલ્હી કેપિટલ્સ વિ ગુજરાત ટાઇટન્સ મેચમાં ફાસ્ટ બોલરોને જબરદસ્ત મદદ મળી હતી. અહીં દિલ્હીની ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 162 રન જ બનાવી શકી હતી. અહીં પીછો કરતી વખતે ગુજરાતે પાવરપ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ગુજરાતની ટીમ આ મેચ જીતવામાં સફળ રહી હતી. એવી સંભાવના છે કે આજની મેચમાં પણ અહીંની પીચ તેજ બોલરોને મદદ કરશે.

આ પણ વાંચો:
Budh Gochar:આ રાશિના લોકો માટે વરદાન જેવા છે હવે પછીના દિવસો, થશે ધનલાભ અને મળશે સુખ
શું તમને પણ થાય છે ખુબ પરસેવો? આ રીતે મેળવો પરસેવા અને એની ગંધની રાહત
નિકોલસ પૂરનની તોફાની ઈનિંગ RCB ને ભારે પડી, રોમાંચક મેચમાં લખનઉની ટીમ જીતી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More