Home> Sports
Advertisement
Prev
Next

GT Vs LSG: આજે પંડ્યા બ્રધર્સ વચ્ચે કાંટાની ટક્કર, જાણો ગુજરાત-લખનૌ મેચની પીચ રીપોર્ટ

Narendra Modi Stadium Pitch Report: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 51મી મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આજે લખનૌની ટક્કર પોઈન્ટ ટેબલમાં નંબર વન પર ચાલી રહેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત સામે થશે..

GT Vs LSG: આજે પંડ્યા બ્રધર્સ વચ્ચે કાંટાની ટક્કર, જાણો ગુજરાત-લખનૌ મેચની પીચ રીપોર્ટ

Ahmedabad : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 51મી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સની ટીમે આ સિઝનના પ્લેઓફમાં લગભગ પોતાની જગ્યા બનાવી લીધી છે. ગુજરાતે અત્યાર સુધી રમાયેલી તેની 10 મેચમાંથી 7 મેચ જીતી છે અને 14 પોઈન્ટ એકત્રિત કર્યા છે.

fallbacks

લખનૌની સામે ગુજરાત એક મુશ્કેલ ચુનૌતી છે. કેએલ રાહુલની ઈજા બાદ કૃણાલ પંડ્યા લખનૌની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં હાર્દિક અને કૃણાલ બંને અમદાવાદમાં એકબીજા સામે મેદાનમાં ઉતરશે. લખનૌની ટીમ પણ જોરદાર ફોર્મમાં છે. લખનઉએ પણ તેની 10માંથી 5 મેચ જીતી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે લખનૌ અને ગુજરાત વચ્ચે રમાનારી મેચની પિચ કેવી રહેશે અને હવામાનની સ્થિતિ શું છે?

આ પણ વાંચો:
આજે તલાટીની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા : ઉમેદવારો આ નિયમોનું ખાસ ધ્યાન રાખજો
Manipur Violence: મણિપુર હિંસામાં ફસાયા યુપીના વિદ્યાર્થી, જાણો CM યોગીએ શું કર્યું
Amarnath Darshan: અમરનાથની 2023ની પહેલી તસવીર આવી સામે, ઘર બેઠા કરી લો દર્શન

ગુજરાત vs લખનૌ પીચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને ખુબ મદદરૂપ રહી છે.  આ મેદાન પર IPLમાં સરેરાશ સ્કોર 165 રનનો રહ્યો છે. અમદાવાદના આ ગ્રાઉન્ડ પર આ સિઝનમાં કુલ પાંચ આઈપીએલ મેચ રમાઈ છે, જેમાંથી ટાર્ગેટ ચેઝ કરતી ટીમ ત્રણ વખત મેચ જીતી છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ બોલિંગ કરવાનો નિર્ણય લેવાનો પ્રયાસ કરશે.

આ મેદાન પર IPL મેચોના રેકોર્ડની વાત કરીએ તો કુલ 23 મેચ રમાઈ છે. આ દરમિયાન, બીજી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમને 13 વખત સફળતા મળી છે જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 10 વખત લક્ષ્ય બચાવ્યું છે.આ જ સિઝનમાં KKR અને ગુજરાત સામેની મેચોમાં આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર 207 રન છે અને સૌથી ઓછો સ્કોર 102 રન છે. આ 

હવામાન 
અમદાવાદ માટે હવામાન વિભાગની આગાહી મુજબ આકાશ વાદળછાયું રહેશે. દિવસનું ઉચ્ચ તાપમાન 39 ડિગ્રી રહેવાની ધારણા છે. બંને ટીમો બપોરે મેચ માટે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં ખેલાડીઓને ગરમીને કારણે ચોક્કસ મુશ્કેલી પડશે. થોડા દિવસો પહેલા સુધી અહીં વરસાદની શક્યતાઓ હતી પરંતુ રવિવારે રમાનારી મેચમાં તેની કોઈ શક્યતા નથી. 

આ પણ વાંચો:
ઘરે બેઠા જાણો તમારા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી, 1 મિનિટમાં પડી જશે ખબર
સાદા લાયસન્સને કેવી રીતે બનાવશો સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ? જાણો સરળ ટ્રિક

કન્યા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે, સિંહ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More