Home> Sports
Advertisement
Prev
Next

Kaviya Maran Angry: હટ યાર.... જ્યારે મેચમાં કેમેરામેન પર ભડકી કાવ્યા મારન.... વાયરલ થયો વીડિયો

Kaviya Maran VIDEO: સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન પોતાની ટીમને સપોર્ટ કરવા દરેક મેચમાં જાય છે. તેની આ પેશન તેને બીજા ઓનર્સથી અલગ બનાવે છે. 
 

Kaviya Maran Angry: હટ યાર.... જ્યારે મેચમાં કેમેરામેન પર ભડકી કાવ્યા મારન.... વાયરલ થયો વીડિયો

નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 9 એપ્રિલ રવિવારની રાત ખુબ યાદગાર રહી. ટીમનું પ્રદર્શન સાતમાં આસમાન પર હતું. હકીકતમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગની પોતાની ત્રીજી મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટે પરાજય આપ્યો અને સીઝનમાં પોતાની પ્રથમ જીત મેળવી હતી. આ મેચનું આયોજન હૈદરાબાદમાં થયું હતું. તેવામાં ફેન્સ પણ પોતાની ટીમની પ્રથમ જીતથી ઉત્સાહિત હતા. તો સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન પણ પોતાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી હતી. 

fallbacks

જ્યારે-જ્યારે કાવ્યા મેદાનમાં પોતાની ટીમને ચીયર કરવા જાય છે ત્યારે-ત્યારે ફેન્સને તેની નવી તસવીર જોવા મળે છે. કેમેરામેનનું ફોકસ કાવ્યા પર રહે છે. પરંતુ જ્યારે પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં કેમેરામેને એવી હરકત કરી કે કાવ્યાને ગુસ્સો આવી ગયો. તેણે એવું ખતરનાક રિએક્શન આપ્યું જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

લાઇવ મેચમાં કેમેરામેન પર ભડકી કાવ્યા મારન
સનરાઇઝર્સ હૈદરાબાદની ઓનર કાવ્યા મારનને ખુબ કેમેરા ફ્રેન્ડલી માનવામાં આવતી હતી. તે ક્યારેય કેમેરાની સામે આવતા ગભરાતી નહોતી અને લાઇમલાઇટનો આનંદ ઉઠાવતી હતી. પરંતુ જ્યારે હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં કેમેરામેન તેના મોઢા પર કેમેરો લાવ્યો તો તે ભડકી ગઈ. તેણે કેમેરાને જોતા કહ્યું, 'હટ યાર'. તેનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. તેનો વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ ગયો છે.  

આ પણ વાંચોઃ એક સમયે ખાવાના ફાંફા હતા, છેલ્લી ઓવરમાં સળંગ 5 છગ્ગા મારી મેચ જીતાડનાર રિંકુની કહાની

આ સિવાય વાત મેચની કરીએ તો હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 143 રન બનાવ્યા હતા. પંજાબ માટે સૌથી વધુ 99 રન કેપ્ટન શિખર ધવને બનાવ્યા હતા. તે અંત સુધી અણનમ રહ્યો હતો. 144 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સે 8 વિકેટ અને 17 બોલ બાકી રહેલા ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. રાહુલ ત્રિપાઠીએ 48 બોલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More