Home> Sports
Advertisement
Prev
Next

IPL 2024: ગુજરાત ટાઈટન્સ સાથે જ રહેશે હાર્દિક પંડ્યા, ટીમે જાહેર કર્યું રિટેન ખેલાડીઓનું લિસ્ટ

આઈપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સે રિટેન ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. સૌથી મોટા સમાચાર છે કે હાર્દિક પંડ્યા ગુજરાતની ટીમમાં યથાવત છે. 
 

IPL 2024: ગુજરાત ટાઈટન્સ સાથે જ રહેશે હાર્દિક પંડ્યા, ટીમે જાહેર કર્યું રિટેન ખેલાડીઓનું લિસ્ટ

નવી દિલ્હીઃ આઈપીએલ-2024ની હરાજી પહેલા ખેલ જગતમાં જે સૌથી મોટી ચર્ચા ચાલી રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને રિટેન કરી લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થઈ શકે છે, પરંતુ ગુજરાત ટાઈટન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં હાર્દિક પંડ્યા સામેલ છે. એટલે કે આગામી સીઝનમાં પણ હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી શકે છે. 

fallbacks

ગુજરાત ટાઈટન્સે હાર્દિકને કર્યો રિટેન
આઈપીએલ 2024 માટે આગામી 19 ડિસેમ્બરે હરાજી થવાની છે. આ પહેલા રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવા માટે આજે છેલ્લો દિવસ હતો. ગુજરાત ટાઈટન્સના લિસ્ટ પ્રમાણે હાર્દિક પંડ્યાને રિલીઝ કરવામાં આવ્યો નથી. ચર્ચા હતી કે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સ સાથે જવા માંગે છે. પરંતુ હવે તમામ અટકળોનો અંત આવી ગયો છે. 

આ પણ વાંચોઃ ચેન્નઈએ સુપર કિંગ્સે રાયડૂ સહિત 8 ખેલાડીઓને બહાર કર્યાં, જુઓ રિટેન અને રિલીઝ ખેલાડીઓ

ગુજરાત ટાઈટન્સે આ ખેલાડીઓને કર્યા રિટેન (Gujarat Titans Retention List)
ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટલ, મોહિત શર્મા

આ ખેલાડીઓને કર્યા રિલીઝ (Gujarat Titans Release Players List)
યશ દયાલ
કેએસ ભરત
શિવમ માવી
ઉર્વીલ પટેલ
પ્રદીપ સાંગવાન
ઓડિયન સ્મિથ
અલ્ઝારી જોસેફ
દાસુન શનાકા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More