Home> Sports
Advertisement
Prev
Next

આ ગુજરાતીને ટીમની કમાન સોંપાતા તૂટી ગયું સૂર્યાભાઉંનું દિલ? SKY ની એક પોસ્ટથી હડકંપ

IPL 2024: સૂર્યકુમાર યાદવ હાલ જે રીતે ટી-20 ફોર્મેટમાં પોતાનું પ્રદર્શન દર્શાવી રહ્યો છે સૂર્યા હાલ જે ફોમમાં રમી રહ્યો છે એ જોતા એ લેવલ પર એની આસપાસ પણ કોઈ નથી. જોકે, આ વખતે સૂર્યા તેની રમત નહીં પણ એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યો છે.

આ ગુજરાતીને ટીમની કમાન સોંપાતા તૂટી ગયું સૂર્યાભાઉંનું દિલ? SKY ની એક પોસ્ટથી હડકંપ

Suryakumar Yadav Post : વર્લ્ડ કપ પુરો થયો, સાઉથ આફ્રિકા સામેની સિરિઝ ચાલી રહી છે. એવામાં હવે આઈપીએલ આવી રહી છે ત્યારે સૌ કોઈનું ધ્યાન એ તરફ છે. એક ગુજરાતી ખેલાડીને અચાનક ઉંચા ભાવમાં ખરીદીને તેને ટીમની કમાન સોંપી દેવાતા સુર્યાભાઉં નારાજ થયા છે એવી વાત વાયુવેગે વહેતી થઈ છે. જોકે, એનું કારણ પણ પોતે સુર્યકમાર યાદવ જ છે. કારણકે, સુર્ય કુમાર યાદવે જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મુકી હતી જેમાં હાર્ટ બ્રેક થયું હોય તેવી ઈમોજી મુકવામાં આવી હતી. આ ઈમોજીને કારણે સુર્યા હાલ ખુબ ચર્ચામાં છે. કારણકે, આ ઈમોજી ક્યારે અને કેમ મુકવામાં આવી તેના પર ઘણાં બધા સવાલ છે. 

fallbacks

જે સમયે સુર્યકુમારે સોશિયલ મીડિયા પર પોતાની હાર્ટબ્રેક ઈમોજી મુકી હતી તેના થોડા જ સમય પહેલાં આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમે એક મોટો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણયને કારણે લાખો ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને એમઆઈના ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. એટલું જ નહીં ભારતભરના રોહિત શર્માના ચાહકો પણ આ નિર્ણયથી ખુબ નારાજ થયા હતાં. કારણકે, મુંબઈને પાંચ વાર આઈપીએલ કપ જેણે જીતાડ્યો એ ખેલાડીની આ લોકોએ કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરી દીધી. ટીમ ઈન્ડિયાને જેણે વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી પહોંચાડી અને સેલ્ફલેસ પર્ફોમન્સ કર્યું તેને મુંબઈની ટીમે કેપ્ટન પદેથી હટાવી દીધો. ત્યારે સવાલ એ થાય છેકે, શું આ ઘટનાથી સૂર્યકુમાર યાદવનું તૂટ્યું દિલ! શું હાર્દિક પંડ્યાના કેપ્ટન બનવાથી નાખુશ છે SKY? મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવ્યો છે.

મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન પદથી હટાવવાના નિર્ણયનો તેના ફેન્સ ખુબ વિરોધ કરી રહ્યા છે. કેટલાંક ફેન્સ મુંબઈ ઇન્ડિયન્સન જર્સી સળગાવી રહ્યા છે તો કેટલાંક તેની ટોપી બાલી રહ્યા છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલા ભારતની ટીમના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટે તેના અને મુંબઈના ચાહકોને ચોંકાવી દીધી છે. ચાહકો આ પોસ્ટના અલગ અલગ અર્થ લઈ રહ્યા છે.

જાણો કેમ તૂટ્યું સૂર્યાનું દિલ?
સૂર્યકુમાર યાદવે સોશ્યલ મીડિયા પર દિલ તૂટવા વાળી ઈમોજી શેર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે કઈ લખ્યું નથી. પરંતુ તેના આ પોસ્ટ પર તેના ફેન્સ રિએક્ટ કરી રહ્યા છે. કેટલાંક ફેન્સનું માનવું છે કે સૂર્યાએ રોહિતને કેપ્ટન પદથી હટાવવા પર રિએક્ટ કર્યું છે. જયારે કેટલાંક લોકોનું માનવું છે કે સૂર્યાને મુંબઈ ઇન્ડિયન્સની કપ્તાની નથી આપવામાં આવી જેના કારણે તેનું દિલ તૂટી ગયું છે. મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રોહિત શર્માને કેપ્ટન પદથી હટાવી દીધો હતો. ફ્રેન્ચાઈઝીએ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવ્યો છે. આ પહેલા એવો અટકળો હતી કે સૂર્યકુમાર યાદવને મુંબઈનો નવો કેપ્ટન બનાવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More