Home> Sports
Advertisement
Prev
Next

અભિષેક શર્મા 28 રન પર જ આઉટ થયો હતો...પછી અમ્પાયરના એક નિર્ણયે પલટી મેચ

IPL 2025 : અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને જીત અપાવી હતી. આ મેચમાં જીતની સાથે અભિષેકે ઘણા રેકોર્ડ પણ તોડ્યા હતા. પરંતુ આ મેચમાં અભિષેક ઘણો વહેલો આઉટ થઈ ગયો હતો. 

અભિષેક શર્મા 28 રન પર જ આઉટ થયો હતો...પછી અમ્પાયરના એક નિર્ણયે પલટી મેચ

IPL 2025 : IPL 2025ની હાઈ-વોલ્ટેજ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. આ મેચમાં પંજાબની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ એટલો મોટો હતો કે તેનો ચેજ કરવો અશક્ય લાગતું હતું. પરંતુ અભિષેક શર્માની તોફાની સદીએ આ મેચને એકતરફી બનાવી દીધી હતી. જો કે પંજાબને અભિષેકની વિકેટ વહેલા મળી ચૂકી હતી, પરંતુ અમ્પાયરના નિર્ણયે બધુ બદલી નાખ્યું.

fallbacks

અભિષેક શર્મા તોફાની બેટિંગ

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મુકાબલો થયો. હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, યશ ઠાકુરની એક ભૂલે અભિષેકને જીવનદાન આપ્યું હતું. 246 રનના ટોર્ગેટનો પીછો કરતા અભિષેકે તોફાની શરૂઆત કરી અને તેની પ્રથમ આઈપીએલ સદી ફટકારી. તેણે 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

Video- શિખર ધવનની નવી ગર્લફ્રેન્ડે રડતાં રડતાં કહ્યું 'મારે તમારી સાથે રહેવું છે...'

28 રન પર જ આઉટ થયો હતો અભિષેક શર્મા 

મેચમાં હૈદરાબાદને 246 રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે મળીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પંજાબ કિંગ્સના બોલરો પર જોરદાર હુમલો કર્યો. યશ ઠાકુર ઇનિંગની ત્રીજી ઓવર ફેંકી રહ્યો હતો. અભિષેકે તેના પ્રથમ ત્રણ બોલમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. 

 

આ પછી ઠાકુરે લેન્થ બોલ ફેંક્યો. અભિષેક શર્મા ફરીથી સિક્સ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે તે બોલને યોગ્ય રીતે ટાઈમ કરી શક્યો નહોતો. ડીપ બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા શશાંકસિંહે કેચ પકડ્યો. 
વિકેટ મળતાં જ પંજાબ કિંગ્સના ખેલાડીઓએ ખુશ થઈ ગયા હતા, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં, કારણ કે અમ્પાયરે આ બોલને નો-બોલ જાહેર કર્યો હતો. અભિષેક શર્માને સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગની ચોથી ઓવર દરમિયાન જીવનદાન મળ્યું હતું, જ્યારે તે 28 રનના અંગત સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો.

અભિષેકે જીવનદાનનો ફાયદો ઉછાવ્યો 

બીજા જ બોલ પર અભિષેક શર્માએ ફ્રી-હિટનો પૂરો ફાયદો ઉઠાવ્યો. તેણે હેલિકોપ્ટર શોટ માર્યો અને બોલ સીધો સ્ટેન્ડમાં ગયો. નો-બોલ પર જીવનદાન મળ્યા બાદ અભિષેક શર્માએ તકનો પૂરો લાભ ઉઠાવ્યો હતો. ટ્રેવિસ હેડની સાથે તેણે હૈદરાબાદને તોફાની શરૂઆત અપાવી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 12.2 ઓવરમાં 171 રન જોડ્યા હતા. હેડ 37 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More