IPL 2025 : આઈપીએલની આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત ખૂબ જ ખરાબ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન CSK પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેઓ અત્યાર સુધી 11 મેચોમાંથી માત્ર બે જ જીતી શક્યા છે અને પોઈન્ટ ટેબલમાં દસમા સ્થાને છે. જોકે, ચાલુ સિઝનમાં CSK ટીમમાં એક નવા ખેલાડીની એન્ટ્રી થઈ છે.
ઓક્શનમાં રહ્યો હતો અનસોલ્ડ
આપણે જે ખેલાડી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ ઉર્વિલ પટેલ છે, જેના પર IPL મેગા ઓક્શનમાં કોઈપણ ટીમે રસ દાખવ્યો નહોતો. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સે વંશ બેદીના સ્થાને તેનો સમાવેશ કરીને તેને સારા સમાચાર આપ્યા છે. એમએસ ધોનીના નેતૃત્વ હેઠળની CSK ટીમમાં ઉર્વિલ પટેલને પોતાની ટીમમાં સામેલ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉર્વિલ એક વિકેટકીપર-બેટ્સમેન છે જેને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર એન્ટ્રી મળી છે. ઓક્શનમાં CSKએ વંશ બેદી પર 55 લાખ રૂપિયા ખર્ચ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો. પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી નહીં.
Say Yellove to Urvil Patel! 💪🏻💛
PS: This young lion has the joint fastest 💯 in the Syed Mushtaq Ali Trophy to his credit!
Roar loud and proud, Urvil! 🦁🥳#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/hxyOzWVSnP
— Chennai Super Kings (@ChennaiIPL) May 5, 2025
વંશ બેદી થયો ઈજાગ્રસ્ત
વંશ બેદી ઈજાગ્રસ્ત થયો હતો, તેના ડાબા પગની ઘૂંટીમાં લિગામેન્ટની ઇજા થઈ હતી જેના કારણે તેને સિઝનમાંથી બહાર થવું પડ્યું છે. ઉર્વિલ પટેલનું નસીબ અચાનક ચમક્યું. જોકે, CSK ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. ટીમે હજુ 3 વધુ મેચ રમવાની છે. આ સિઝનમાં ઉર્વિલને તક મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. ઘરેલુ ક્રિકેટમાં તેના નામે એક મોટો રેકોર્ડ છે.
28 બોલમાં સદી ફટકારી હતી
ઉર્વિલ બીજી IPL સિઝન રમશે. વર્ષ 2023માં તે ગુજરાત ટાઇટન્સનો ભાગ રહ્યો છે. તેણે 2024-25 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બધાનું ધ્યાન ખેંચ્યું. ઇન્દોરમાં ત્રિપુરા સામે તેણે 28 બોલમાં સદી ફટકારી હતી જે T20 ક્રિકેટમાં સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી સદી છે. ઉર્વિલ પટેલ ગુજરાતના મહેસાણાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે