Chennai Super Kings vs Royal Challengers Bengaluru: IPL સીઝન 18ની આઠમી મેચ શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનારો આ મુકાબલો સાંજે 7.30 કલાકે શરૂ થશે. બંને ટીમના હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ તો ચેન્નઈનું પલડું ભારે છે. ચેપોક સ્ટેડિયમ પર સીએસકે વિરુદ્ધ આરસીબીની સ્થિતિ વધુ ખરાબ છે. આવો જાણીએ બંને ટીમો વચ્ચે રમાયેલી મેચના આંકડા..
ચેન્નઈ અને બેંગલુરૂ પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી ચૂક્યા છે. ચેન્નઈએ મુંબઈને પોતાના ઘરમાં હરાવ્યું હતું. જ્યારે આરસીબીએ કેકેઆરને પરાજય આપ્યો હતો. બંને ટીમ મજબૂત લાગી રહી છે, પરંતુ શુક્રવારે જે ટીમની સ્પિન બોલિંગ સારી ચાલશે તેની જીતની સંભાવના વધુ રહેશે.
આરસીબી વિરુદ્ધ સીએસકે હેડ ટૂ હેડ
બંને ટીમો આઈપીએલની પ્રથમ સીઝનથી રમી રહી છે. વચ્ચે બે વર્ષના પ્રતિબંધને કારણે સીએસકે ટૂર્નામેન્ટમાં રમી શકી નહોતી. ચેન્નઈ અને આરસીબી વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં 33 વખત ટક્કર થઈ છે, જેમાં માહીની ટીમનો હાથ ઉપર રહ્યો છે.
ચેન્નઈ સુપર કિંગ્સે 33માંથી 21 વખત આરસીબીને હરાવ્યું છે. આરસીબીએ માત્ર 11 વખત ચેન્નઈ સામે જીત મેળવી છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી.
આ પણ વાંચોઃ વિશ્વમાં માત્ર આ 3 બેટર વનડે આંતરરાષ્ટ્રીયમાં ફટકારી શકે છે ત્રેવડી સદી!
સીએસકે વિરુદ્ધ આરસીબી કુલ મેચ 33
સીએસકેની જીત- 21
આરસીબીની જીત- 11
ચેપોક સ્ટેડિયમમાં સીએસકે વિરુદ્ધ આરસીબી રેકોર્ડ
સીએસકે અને આરસીબી વચ્ચે ચેપોક (એમએ ચિદમ્બરમ સ્ટેડિય, ચેન્નઈ) માં કુલ 9 મેચ રમાઈ છે. આરસીબીને માત્ર એક મેચમાં જીત મળી છે અને આઠમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આઈપીએલની પ્રથમ સીઝન (2008) માં આરસીબીએ સીએસકેને ચેપોક સ્ટેડિયમમાં હરાવ્યું હતું. 21 મેએ રમાયેલી તે મેચમાં આરસીબીએ 14 રને જીત મેળવી હતી. ત્યારબાદ કોહલીની ટીમ ક્યારેય ચેન્નઈમાં જીતી નથી.
કેવું રહેશે હવામાન
શુક્રવારે ચેન્નઈમાં વાદળો છવાયેલા રહેશે. બપોરે વરસાદની સંભાવના 10 ટકા છે. ભેજ 63 ટકા અને 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મેચ દરમિયાન તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે