Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025: મેદાન પર બાખડી પડ્યા વિરાટ કોહલી અને કેએલ રાહુલ? આગની જેમ વાયરલ થયો આ Video 

DC Vs RCB: રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ દિલ્હીને ઘરઆંગણે  હરાવી દીધુ. જો કે આ મેચમાં મેદાન પર વિરાટ  કોહલી અને કેએલ રાહુલનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરાયો છે કે આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. જાણો આખરે શું છે મામલો. 

IPL 2025: મેદાન પર બાખડી પડ્યા વિરાટ કોહલી અને કેએલ રાહુલ? આગની જેમ વાયરલ થયો આ Video 

DC vs RCB, IPL 2025: ભારતના બે સ્ટાર બેટર્સ ક્રિકેટના મેદાન પર એકબીજા સાથે ઝઘડતા જોવા મળ્યા. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આઈપીએલ 2025માં રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાઈ ગઈ. આ મેચ દરમિયાન મેદાન પર વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી જોવા મળી હોવાનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોના આધારે કરાઈ રહ્યો છે. આ ઘટના રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ની ઈનિંગ દરમિયાન ઘટી જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો અને કે એલ રાહુલ વિકેટ કિપિંગ કરતો હતો. 

fallbacks

મેદાન પર થયું ઘર્ષણ!
આ ઘરનાના જે ફૂટેજ સામે આવ્યા છે જે જોઈને તરત તો સમજી ન શકાયું કે આખરે શું થયું છે પરંતુ  ભારતના પૂર્વ સ્પિનર પીયૂષ ચાવલાએ જણાવ્યું કે બંને ભારતીય સાથીઓ વચ્ચે આ ઉગ્ર બોલાચાલી કેમ થઈ. પીયૂષ ચાવલાના જણાવ્યાં મુજબ વિરાટ કોહલી એ વાતથી નાખુશ હતો કે દિલ્હી કેપિટલ્સે ફિલ્ડિંગ સેટ કરવામાં ઘણો સમય લીધો અને તેમણે કે એલ રાહુલને આ અંગે  ફરિયાદ કરી. જ્યારે કેએલ રાહુલ પણ વિરાટ કોહલીની એ વાતથી નારાજ થયો. બંને વચ્ચે તણાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. જો કે આ ઘટનામાં બીજુ કઈ થયું નહીં અને પછી બંને કોઈ પણ વિવાદ વગર ક્રિકેટ રમવા લાગ્યા. 

આરસીબી જીત્યું
આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ  (RCB) એ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી આઈપીએલની મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ને 9 બોલ બાકી હતા ત્યારે 6 વિકેટથી હરાવી દીધુ. ક્રુણાલ પંડ્યા અને વિરાટ કોહલીની દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર બેટિંગથી આરસીબી જીત્યું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આ જીત સાથે પોઈન્ટ ટેબલસ પર ટોપ પર પહોંચી ગઈ છે. દિલ્હી કેપિટલ્સની ટીમે આ મેચમાં પહેલા બેટિંગ કરતા 2 ઓવરમાં 162/8 નો સ્કોર કર્યો હતો. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 183 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 165 રન કર્યા અને ધમાકેદાર જીત મેળવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More