Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 : આ ખેલાડીએ તોડ્યો IPLનો મોટો નિયમ, હવે લાગી શકે છે 2 વર્ષનો પ્રતિબંધ

IPL 2025 : 22 માર્ચથી IPLની આગામી સિઝન શરૂ થવા જઈ રહી છે તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સના એક દિગ્ગજ ક્રિકેટરે IPLના એક મોટા નિયમનો ભંગ કર્યો છે. જેના કારણે તેના પર IPLમાં રમવા પર 2 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. 

IPL 2025 : આ ખેલાડીએ તોડ્યો IPLનો મોટો નિયમ, હવે લાગી શકે છે 2 વર્ષનો પ્રતિબંધ

IPL 2025 : ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે 22 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સ સાથેનો તેનો કરાર સમાપ્ત કરી દીધો છે, જેના કારણે તેના પર આ ટુર્નામેન્ટમાં રમવા માટે 2 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. આ સતત બીજી સિઝન છે જ્યારે 26 વર્ષીય ઇંગ્લેન્ડના ખેલાડી હેરી બ્રુકે પોતાને IPL માટે અનુપલબ્ધ જાહેર કર્યો છે. આ માટે તેણે ફ્રેન્ચાઈઝી અને તેના સમર્થકોની માફી માંગી હતી.

fallbacks

હેરી બ્રુકે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મેં IPLની આગામી સિઝનમાંથી ખસી જવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો છે. હું દિલ્હી કેપિટલ્સ અને તેમના સમર્થકોની બિનશરતી માફી માંગુ છું. ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે આ ખરેખર મહત્વનો સમય છે અને હું આગામી શ્રેણીની તૈયારી કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ બનવા માગું છું.

ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ જ ખેલાડીઓને કેમ પહેરાવામાં આવે છે સફેદ બ્લેઝર ?

દેશ માટે રમવું એ મારી પ્રાથમિકતા 

હેરી બ્રુકે કહ્યું કે, મારે મારી કારકિર્દીના અત્યાર સુધીના સૌથી વ્યસ્ત તબક્કા પછી ફ્રેશ થવા માટે સમયની જરૂર છે. હું જાણું છું કે દરેક જણ તેને સમજી શકશે નહીં અને હું તેમની પાસેથી પણ અપેક્ષા રાખતો નથી, પરંતુ મારે તે કરવું છે જે મને યોગ્ય લાગે છે અને મારા દેશ માટે રમવું એ મારી પ્રાથમિકતા છે અને તે જ મારું સંપૂર્ણ ધ્યાન છે.

વિરાટના હાથ પર બાંધેલો આ 'બેન્ડ' શેનો છે ? કિંમત અને ફીચર્સ જાણીને ચોંકી જશો

હેરી બ્રુક પર 2 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે

હેરી બ્રુકે પણ તેની દાદીના અવસાનના કારણે આઈપીએલની છેલ્લી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના IPL સંબંધિત નિયમો અનુસાર, જો કોઈ વિદેશી ખેલાડી અનફિટ ન હોવાના કારણે હરાજીમાં પસંદ થયા બાદ આ ટૂર્નામેન્ટમાં નહીં રમે તો તેના પર IPL રમવા પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી શકાય છે.

ગિલને ડેટ કરી રહી છે આ હસીના ? ભારતની જીત પર કર્યો એવો ડાન્સ કે જોઈને ભડક્યા ફેન્સ

IPLના નિયમો શું કહે છે ?

ગયા વર્ષે ટીમો સાથે શેર કરવામાં આવેલા BCCI દસ્તાવેજ અનુસાર, કોઈપણ વિદેશી ખેલાડી જે હરાજીમાં નોંધણી કરાવે છે અને હરાજીમાં પસંદ થયા બાદ, સિઝનની શરૂઆત પહેલાં પોતાને અનુપલબ્ધ જાહેર કરે છે, તો તેના પર બે સિઝન માટે IPL અને IPLની હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More