Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 : વોશિંગ્ટન સુંદર ખરેખર આઉટ હતો ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી મચ્યો હોબાળો, લોકોએ ઉઠાવ્યા સવાલ

SRH vs GT : સનરાઇઝર્સ હૈદરાબાદને ગુજરાત ટાઇટન્સ સામે ઘરઆંગણે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમિયાન થર્ડ અમ્પાયરના એક નિર્ણયથી હોબાળો મચ્યો હતો. વોશિંગ્ટન સુંદરને આઉટ કરવાને લઈને થર્ડ અમ્પાયરના નિર્ણય સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે. 

IPL 2025 : વોશિંગ્ટન સુંદર ખરેખર આઉટ હતો ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી મચ્યો હોબાળો, લોકોએ ઉઠાવ્યા સવાલ

SRH vs GT : રવિવારે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચ દરમિયાન થર્ડ અમ્પાયરના એક નિર્ણયે વિવાદ સર્જ્યો છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન વોશિંગ્ટન સુંદરને આઉટ કરવાને લઈને હોબાળો થયો હતો. વોશિંગ્ટન સુંદરે આ મેચમાં 29 બોલમાં 49 રન બનાવ્યા હતા. આ ઓલરાઉન્ડરે તેની ઇનિંગ દરમિયાન 168.97ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

fallbacks

શું વોશિંગ્ટન સુંદર ખરેખર આઉટ હતો ?

ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સ દરમિયાન, 14મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરે મોહમ્મદ શમીના શોર્ટ લેન્થ બોલને સ્વીપર કવર તરફ ફટકાર્યો અને અનિકેત વર્માએ કેચ કર્યો. જોકે, મેદાન પરના અમ્પાયરોને ખાતરી ન હતી કે અનિકેત વર્માએ ક્લીન કેચ લીધો હતો કે નહીં. મેદાન પરના અમ્પાયરોએ આ નિર્ણય લેવાની જવાબદારી થર્ડ અમ્પાયરને સોંપી હતી. રિપ્લે જોવા મળે છે કે બોલ લગભગ જમીનને સ્પર્શી ગયો હતો, પરંતુ થર્ડ અમ્પાયરે વોશિંગ્ટન સુંદરને આઉટ આપ્યો હતો.

 

થર્ડ અમ્પાયરના નિર્ણયે હોબાળો મચાવ્યો 

થર્ડ અમ્પાયરે વોશિંગ્ટન સુંદર વિરુદ્ધ નિર્ણય આપ્યો હતો. વોશિંગ્ટન સુંદરના આઉટ થયા પછી આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી અને ઘણા યુઝર્સે આ નિર્ણયની ટીકા કરી હતી. જોકે, વોશિંગ્ટન સુંદરના આઉટ થવાથી ગુજરાત ટાઇટન્સને બહુ ફરક પડ્યો નહોતો. મોહમ્મદ સિરાજની આક્રમક બોલિંગ બાદ સુકાની શુભમન ગિલની શાનદાર અણનમ અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

 

ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું 

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ અને કેપ્ટન શુભમન ગિલની અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે રવિવારે IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. મોહમ્મદ સિરાજ સિવાય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અને લેફ્ટ આર્મ સ્પિનર ​​સાઈ કિશોરની બે-બે વિકેટ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં આઠ વિકેટે 152 રન જ બનાવી શક્યું હતું. ગુજરાત ટાઇટન્સે ગિલ અને શેરફેન રધરફોર્ડ વચ્ચે ચોથી વિકેટ માટે 21 બોલમાં 47 રનની ભાગીદારી સાથે 16.4 ઓવરમાં ત્રણ વિકેટે 153 રન બનાવીને જીત મેળવી હતી. આ રીતે સનરાઇઝર્સ હૈદરાબાદને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More