Gujarat Titans Match Schedule : IPLમાં ગુજરાત ટાઇટન્સ માત્ર ત્રણ સિઝન જૂની છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ 2022 અને 2023માં ફાઇનલમાં પહોંચી હતી. જો કે, 2024ની સિઝનમાં જ્યારે શુભમન ગિલને કેપ્ટનશીપ મળી ત્યારે ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. મેગા ઓક્શન બાદ ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે, મેનેજમેન્ટે શુભમન ગિલ પર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે.
IPL 2025માં ગુજરાત ટાઇટન્સનું શેડ્યુલ
ગુજરાતની ટીમ તેની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે 25 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. ટીમ તેની છેલ્લી લીગ મેચ 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. આ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ગુજરાતની ટીમ તેની બીજી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. આ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ત્યારબાદ ટીમનો ત્રીજો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત માટે ઘરથી દૂર આ પ્રથમ લીગ મેચ હશે.
Tame taiyaar cho, Titans FAM? 😍 pic.twitter.com/Ref7t27qIN
— Gujarat Titans (@gujarat_titans) February 16, 2025
આ ખેલાડીઓ રિટેન કર્યા
ગુજરાત ટાઇટન્સે હરાજી પહેલા રાશિદ ખાન (રૂપિયા 18 કરોડ), શુભમન ગિલ (રૂપિયા 16.5 કરોડ), સાઇ સુદર્શન (રૂપિયા 8.5 કરોડ), રાહુલ તેવટિયા (રૂપિયા 4 કરોડ) અને શાહરૂખ ખાન (રૂપિયા 4 કરોડ)ને રિટેન કર્યા હતા.
ગયા વર્ષે ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. તેઓ માત્ર 5 મેચ જીત્યા અને 7 હાર્યા હતા. તેમની છેલ્લી બે મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ટીમે હરાજી પહેલા મોટા નિર્ણયો લીધા અને મોહમ્મદ શમી, ડેવિડ મિલર અને નૂર અહેમદ જેવા ખેલાડીઓને બહાર કર્યા.
હરાજીમાં ખેલાડીઓ ખરીદ્યા
5 ખેલાડીઓને રિટેન કર્યા બાદ ગુજરાતે 20 ખેલાડીઓ ખરીદ્યા હતા. જેમાં કાગીસો રબાડા, ગેરાલ્ડ કોએત્ઝી, મોહમ્મદ સિરાજ, ઈશાંત શર્મા અને પ્રસિદ્ધ ક્રિષ્ના સહિત ઘણા ઝડપી બોલરો સામેલ હતા. જોસ બટલરના આવવાથી ટીમનો ટોપ ઓર્ડર મજબૂત થશે. તે કેપ્ટન શુભમન ગિલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. મિડલ ઓર્ડર ટીમની નબળી કડી છે જેના કારણે રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાન જેવા રિટેન બેટ્સમેન પર જવાબદારી વધી જશે. સાઈ સુદર્શને છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેની પાસેથી અપેક્ષાઓ પણ વધી ગઈ છે.
ગુજરાત ટાઇટન્સની સંપૂર્ણ ટીમ
રાશિદ ખાન, શુભમન ગિલ, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, કાગીસો રબાડા, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગરા, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોએત્ઝી, અરશદ ખાન, ગુરનૂર બ્રાર, શેરફેન રધરફર્ડ, સાઈ કિશોર, ઈશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન, કેવલી, ક્રિષ્ના ફિલિપ,
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે