Home> Sports
Advertisement
Prev
Next

"હરભજનસિંહને IPLમાં Ban કરો" ચાહકોએ અચાનક સોશિયલ મીડિયા પર ઉઠાવી મોટી માંગ

Harbhajan Singh : ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ પણ IPLની કોમેન્ટ્રી પેનલમાં સામેલ છે. કોમેન્ટ્રી દરમિયાન તેણે એક ભૂલ કરી, જેના પછી લોકો ગુસ્સે થઈ ગયા. હરભજનસિંહે કંઈક એવું કર્યું છે, જેના પછી તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠવા લાગી છે.

Harbhajan Singh : ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર ​​હરભજનસિંહ IPL 2025 સિઝનમાં કોમેન્ટ્રી દરમિયાન વિવાદમાં આવી ગયા છે. હરભજન સિંહની કોમેન્ટ્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે કંઈક એવું કહ્યું જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેના પર નારાજ થયા છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ અચાનક હરભજનસિંહને IPLમાં કોમેન્ટ્રી કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠાવી છે. તમને જણાવી દઈએ કે આ ઘટના રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાયેલી IPL મેચ દરમિયાન બની હતી.

fallbacks

Video : સદી ફટકાર્યા બાદ ઈશાન કિશનની 'ફ્લાઈંગ કિસ'...ખુશીથી ઝૂમી ઉઠી કાવ્યા મારન

"IPLમાં હરભજનસિંહ પર Ban લગાવો"

હકીકતમાં ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર ​​હરભજનસિંહે રવિવારે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની તુલના 'બ્લેક ટેક્સી' સાથે કરીને વિવાદને વેગ આપ્યો હતો. ચાહકો હરભજનસિંહ પર વંશીય ટિપ્પણી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. હરભજનસિંહનું આ નિવેદન રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2025ની મેચની કોમેન્ટ્રી દરમિયાન આવ્યું છે.

 

શું હતો સમગ્ર મામલો ?

આ ઘટના સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સની 18મી ઓવર દરમિયાન બની હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સનો ઝડપી બોલર જોફ્રા આર્ચર બોલિંગ કરી રહ્યો હતો. જોફ્રા આર્ચરની આ ઓવર ફટકાબાજી થઈ રહી હતી, ત્યારે હરભજનસિંહે ઓન એર બોલ્યો કે, લંડનમાં કાળી ટેક્સીનું મીટર ઝડપથી દોડે છે અને અહીં આર્ચર સાહેબનું મીટર પણ ઝડપથી દોડે છે.' હરભજનસિંહની આ ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર ફેન્સ ગુસ્સે થયા હતા અને તેઓએ IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

 

જોફ્રા આર્ચરે 76 રન આપ્યા હતા

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની આઈપીએલ મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જોફ્રા આર્ચરે બોલિંગની 4 ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 76 રન આપ્યા હતા. જોફ્રા આર્ચરના બોલિંગ આંકડા IPL ઇતિહાસમાં સૌથી મોંઘા સાબિત થયા કારણ કે તેણે ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત ટાઇટન્સના બોલર મોહિત શર્માના શરમજનક રેકોર્ડ (0/73)ને પાછળ છોડી દીધો હતો. રવિવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રનથી હરાવ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More