Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 થશે વધુ રોમાંચક, મેદાનમાં ઉતરશે સિક્સરનો વરસાદ કરનાર આ ખુંખાર ખેલાડી

IPL 2025: IPL 2025ની નવમી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. MIનો નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચમાંથી વાપસી કરશે.

IPL 2025 થશે વધુ રોમાંચક, મેદાનમાં ઉતરશે સિક્સરનો વરસાદ કરનાર આ ખુંખાર ખેલાડી

IPL 2025: ક્રિકેટના મેદાન પર ફોર-સિક્સની તબાહી મચાવનાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની કરવા માટે તૈયાર છે. હાર્દિક પંડ્યા છેલ્લી સિઝનમાં સ્લો ઓવર રેટના કારણે લાગેલા બેનના કારણે IPL 2025ના પહેલો મેચ રમી શક્યો ન હતો. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

fallbacks

મેદાનમાં ઉતરશે સિક્સરથી તબાહી મચાવનાર આ ખેલાડી 
કેપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને બેટિંગ અને બોલિંગમાં ઘણું સંતુલન મળશે. મુંબઈ ઈન્ડિયન્સે તેની આગામી મેચ શનિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમવાની છે. આ મેચમાં હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે વાપસી કરશે. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ અને બીજી મેચ વચ્ચે લગભગ એક અઠવાડિયાના અંતરાલ દરમિયાન જામનગરમાં થોડા દિવસો વિતાવ્યા હતા. આરામની સાથે-સાથે ટીમે પરસ્પર સમજણ વધારવાની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

નવરાત્રી પર શનિ બનાવશે પંચગ્રહી યોગ, આ 5 રાશિઓ પર માં દુર્ગાની વિશેષ કૃપાથી થશે ધનના ઢગલા!

IPL 2025 હવે વધુ રોમાંચક બનશે
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વિના સંઘર્ષ કરતી જોવા મળી હતી. આ દરમિયાન પ્રથમ મેચમાં નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યાની ગેરહાજરીએ ટીમ માટે વસ્તુઓ વધુ મુશ્કેલ બનાવી દીધી હતી. હાર્દિક પંડ્યા બોલ કે બેટથી મેચ પર મોટી અસર કરવાની ક્ષમતા ધરાવે છે. તેની વાપસીનો અર્થ એ છે કે, રોબિન મિન્ઝે કદાચ બહાર બેસવું પડશે. ચેન્નાઈ સામેની તેની પ્રથમ મેચમાં મિન્ઝ ચેપોક મેદાનની મુશ્કેલ પીચ પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

અહીં લગ્નમાં યુવકોને પડી જાય છે મોજ, કપલને અલગ કરીને દુલ્હનને કિસ કરવાનો છે રિવાજ

અમદાવાદમાં થશે રનોનો વરસાદ
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આ મેચ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં બેટિંગ માટે સ્થિતિ સંપૂર્ણપણે અનુકૂળ છે. આ મેદાન પર પંજાબ કિંગ્સ (243) અને ગુજરાત ટાઇટન્સ (232) વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં 475 રન થયા હતા. બેટિંગ માટે સરળ પીચ પર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું પ્રદર્શન ગુજરાત માટે મહત્વનું રહેશે. તે છેલ્લા કેટલાક સમયથી લયમાં નથી અને તેણે પંજાબ સામે 54 રન આપ્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્ના પણ આ મેચમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો.

ફિટ નથી ખુંખાર બોલર... CSKને મોટો ઝટકો! RCBની સામે જંગ પહેલા કોચે આપ્યા ખરાબ સમાચાર

હાર્દિકની વાપસી બેટિંગને મળશે મજબૂતી
સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માનું વર્તમાન ફોર્મ મુંબઈ ઈન્ડિયન્સ માટે ચિંતાનું કારણ છે. હાર્દિક પંડ્યાની વાપસી ટીમની બેટિંગમાં મજબૂતી આપશે. જ્યારે જરૂર પડશે તો તે નવા બોલથી બોલિંગ પણ શરૂ કરી શકશે. મુંબઈ ઈન્ડિયન્સની બીજી સમસ્યા વિકેટકીપર બેટ્સમેનની છે. ટીમ રેયાન રિકલટન પર ખૂબ જ નિર્ભર છે, કારણ કે રોબિન મિન્ઝને આ સ્તરે ક્રિકેટનો વધુ અનુભવ નથી. જો કે, મુંબઈ ઈન્ડિયન્સના રિસ્ટ સ્પિનર ​​વિગ્નેશ પુથુરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આખી દુનિયાને પોતાની પ્રતિભા બતાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More