IPL 2025 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 શરૂ થવા જઈ રહી છે. બ્રોડકાસ્ટર્સે આ સિઝન માટે તેમના કોમેન્ટેટર્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનું નામ સામેલ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ આ નિર્ણય જાણી જોઈને લીધો છે. પઠાણ પર કેટલાક ખેલાડીઓ સામે અંગત એજન્ડા ચલાવવાનો આરોપ છે.
ઈરફાન પઠાણથી ખેલાડીઓ ખુશ નથી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક ક્રિકેટરોએ ઈરફાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમનું કહેવું છે કે ઓલરાઉન્ડર કોમેન્ટ્રી દરમિયાન ખેલાડીઓ સામે અંગત ટિપ્પણી કરે છે. ખેલાડીઓને તે ગમ્યું નહીં. એક સ્ટાર ખેલાડીએ ઈરફાન પઠાણનો નંબર બ્લોક કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઈરફાન પઠાણ દ્વારા તેના પર કરવામાં આવેલી ટિપ્પણીથી તે ખુશ નથી.
પાકિસ્તાની ક્રિકેટરની નાપાક હરકત...અમેરિકામાં એક દુકાનદારને લગાવ્યો ચૂનો
પઠાણના વર્તનથી BCCI નારાજ
સૂત્રોના જણાવ્યા અનુસાર, પઠાણે આઈપીએલ અને ઈન્ટરનેશનલ મેચો દરમિયાન ખેલાડીઓનો ઈન્ટરવ્યુ લેતી વખતે એવું વર્તન કર્યું જે બીસીસીઆઈને પસંદ નહોતું. છેલ્લા બે વર્ષથી આવું થઈ રહ્યું છે. તે કેટલાક ખેલાડીઓ સામે અંગત એજન્ડા ચલાવી રહ્યો છે. બીસીસીઆઈને આ વાત પસંદ નથી. આ કારણોસર તેનું નામ હટાવી દેવામાં આવ્યું અન્યથા તેનું નામ યાદીમાં હોવું જોઈતું હતું.
ઈરફાન પઠાણ એકમાત્ર કોમેન્ટેટર નથી જેને બીસીસીઆઈનો સત્તાવાર બ્રોડકાસ્ટર કોન્ટ્રાક્ટ મળ્યો નથી. આ પહેલા સંજય માંજરેકર પર પણ તેમની ટિપ્પણીના કારણે કરાર મળ્યો નહોતો.
આ તે કેવા છૂટાછેડા...ખોટા દાવા કે સાચો પ્રેમ, ચહલ-ધનશ્રીના છૂટાછેડામાં કંઈક ગડબડ છે
વર્લ્ડ ફીડ કોમેન્ટેટર
રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર, મેથ્યુ હેડન, દીપ દાસગુપ્તા, શેન વોટસન, માઈકલ ક્લાર્ક, એરોન ફિન્ચ, વરુણ એરોન, અંજુમ ચોપરા, ડબલ્યુવી રમન, મુરલી કાર્તિક, ઈયોન મોર્ગન, ગ્રીમ સ્મિથ, હર્ષા ભોગલે, સાયમન ડૂલ, નિક નાઈટ, ડેની મોરિસન, ઈયાન બિશપ, એલન વિલ્કિન્સ, કેટી માર્ટિન, નૈટલી જર્મનોસ.
નેશનલ ફીડ
સુનીલ ગાવસ્કર, નવજોત સિંહ સિદ્ધુ, આકાશ ચોપરા, સંજય માંજરેકર, માઈકલ ક્લાર્ક, મેથ્યુ હેડન, માર્ક બાઉચર, આરપી સિંહ, શેન વોટસન, સંજય બાંગર, વરુણ એરોન, પ્રજ્ઞાન ઓઝા, અજય જાડેજા, વીરેન્દ્ર સેહવાગ, શિખર ધવન, હરભજન સિંહ, અનિલ કુંબલે, સુરેશ રૈના, કેન વિલિયમસન, એબી ડી વિલિયર્સ, એરોન ફિન્ચ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોહમ્મદ કૈફ અને પીયૂષ ચાવલા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે