phil salt girlfriend abi mclaven pregnant: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની આજે ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે, તેના પહેલા એક વિસ્ફોટક બેટ્સમેન પોતાના દેશ પરત ફરતા RCB ને મોટો ઝટકો લાગ્યો છે. RCB નો ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ ફાઈનલ મેચમાં રમવાનો નથી, કારણ કે તે પિતા બનવાનો છે. લીગ મેચમાં પણ આ ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે પણ રમી શક્યો ન હતો કારણ કે તેને તાવ હતો અને તેના પછી પણ આ ખેલાડી પ્લેઓફમાંથી બહાર થયો હતો. અહેવાલો અનુસાર તેની ગર્લફ્રેન્ડ ગર્ભવતી છે અને તે લીગ મેચ પછી ઇંગ્લેન્ડ પરત ફર્યો છે.
ચોકલેટ અપાવવા બહાને બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી ઠંડા કલેજે હવસખોરે સ્નાન કર્યુ
ફિલ સોલ્ટની કોણ છે ગર્લફ્રેન્ડ?
ફિલ સોલ્ટની ગર્લફ્રેન્ડનું નામ એબી મેકએલવેન છે, તે બંને છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે. બંને પહેલી વાર 2020 માં મળ્યા હતા. આ કપલ પોતાના મજબૂત બોન્ડિંગ માટે ઓળખાય છે, જોકે તેઓ તેમના અંગત જીવનને વધુ જાહેર કરતા નથી. એબી મેકએલવેન ફ્રીલાન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે અને સોશિયલ મીડિયા માર્કેટિંગ, કન્ટેન્ટ સ્ટ્રેટેજી અને બિઝનેસ કન્સલ્ટેશનમાં નિષ્ણાત છે. મેકઇલ્વેન ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે અને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી લેન્ડ યુઝ પ્લાનિંગ અને ડેવલપમેન્ટમાં ડિગ્રી ધરાવે છે.
સસ્તી થશે લોન! ત્રીજી વખત ઘટી શકે છે રેપોરેટ, જાણો આ વખતે કેટલા પોઈન્ટનો થશે ઘટાડો?
એબી મેકએલવેન પોતાના અંગત જીવનને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે, પરંતુ તે ઘણીવાર ફિલ સોલ્ટ સાથેના પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે, જે તેમના વચ્ચેના સંબંધોને દર્શાવે છે. તેમની આ તસવીરો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને બંને વચ્ચેની કેમેસ્ટ્રી અદ્ભુત છે. હવે મેકએલ્વેન સોલ્ટના બાળકની માતા બનવા જઈ રહી છે અને શક્ય છે કે તે પછી બંને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે.
વરસાદ અંગે અંબાલાલની નવી આગાહી; ગુજરાતમાં હાલ ચોમાસું આગળ નહીં વધે! આ 25 જિલ્લામાં..
RCB પાસે સોલ્ટનો વિકલ્પ
સોલ્ટ પ્લેઓફમાં ના રમી શકવાના કારણે RCB ને મોટો ઝટકો તો લાગ્યો છે, પરંતુ ટીમને તેનો બેકઅપ મળી ગયો હતો. સોલ્ટે પોતાની ટીમમાં ન્યુઝીલેન્ડના ઓપનર ટિમ સીફર્ટનો સમાવેશ કર્યો છે. આ જમણા હાથનો બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે, તાજેતરમાં સીફર્ટે પાકિસ્તાની બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે