RCB vs PBKS IPL 2025 Final : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) IPL2025ની ફાઇનલમાં 3 જૂનના રોજ આમને-સામને છે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ કિંગ્સ અને RCB હજુ સુધી IPL ટાઇટલ જીતી શક્યા નથી, તેથી જે પણ ટીમ જીતે તેનો ટાઇટલ દુકાળ સમાપ્ત થશે.
ફાઇનલ પહેલા RCB માટે સારા સમાચાર
ફાઇનલ પહેલા રજત પાટીદારની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સારા સમાચાર આવ્યા છે. ઓપનર ફિલ સોલ્ટ અમદાવાદ પહોંચી ગયો છે અને RCB ટીમમાં ફરી જોડાયો છે. સોલ્ટ પોતાના બાળકના જન્મને કારણે ઇંગ્લેન્ડ પાછો ફર્યો હતો, પરંતુ તે ફાઇનલ પહેલા પાછો ફર્યો છે. સોલ્ટ 2 જૂન RCBના પ્રેક્ટિસ સેશનમાં હાજર નહોતો, જેના કારણે તેના વિશે અટકળો ચાલી રહી હતી.
IPL 2025 Final : IPLની ફાઈનલ મેચમાં વરસાદ બનશે વિલન ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
બેટ્સમેન ફિલ સોલ્ટે IPLની વર્તમાન સિઝનમાં વિરોધી બોલરોને પરેશાન કર્યા છે. ફિલ સોલ્ટે 12 મેચમાં 35.18ની સરેરાશથી 387 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 175.90 રહ્યો છે. IPLની વર્તમાન સિઝનમાં સોલ્ટે 4 અડધી સદી ફટકારી છે. IPL 2025ની મેગા હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સોલ્ટને 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPLની છેલ્લી સિઝનમાં સોલ્ટ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો ભાગ હતો.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત પ્લેઈંગ ઈલેવન - વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન/ટિમ સેફર્ટ/ટિમ ડેવિડ, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન - પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લીસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, કાયલ જેમીસન, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર/યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાખ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે