Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 ની મોટી જાહેરાત : હરાજીમાં ધોની-રોહિત-રાહુલને કોણે કેટલા કરોડમાં ખરીદ્યો, જુઓ આખુંં લિસ્ટ

IPL 2025 Retention Announcement Live: IPLની આગામી સિઝન માટે રિટેન્શનની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખેલા નામો જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દિવાળીના દિવસે તેમની રાહનો અંત આવ્યો છે

IPL 2025 ની મોટી જાહેરાત : હરાજીમાં ધોની-રોહિત-રાહુલને કોણે કેટલા કરોડમાં ખરીદ્યો, જુઓ આખુંં લિસ્ટ

IPL 2025 Retained Players List Live : IPLની આગામી સિઝન માટે રિટેન્શનની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખેલા નામો જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દિવાળીના દિવસે તેમની આતુરતાનો અંત આવ્યો છે. હરાજીમાં હવે ઘણા મોટા નામો જોવા મળશે. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રહસ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. ત્રણેયને તેમની ટીમોએ જાળવી રાખ્યા નથી.

fallbacks

એક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ છ ખેલાડીઓ જાળવી શકે છે. વધુમાં વધુ પાંચ કેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હોઈ શકે છે. તે ભારતીય અથવા વિદેશી હોઈ શકે છે. બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓને પણ જાળવી શકાય છે. છ ખેલાડીઓને જાળવી રાખીને, ફ્રેન્ચાઇઝી તેમના મુખ્ય ખેલાડીઓને બચાવી શકે છે. રીટેન્શન અને મેગા ઓક્શન માટે દરેક ફ્રેન્ચાઈઝીને કુલ 120 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સ (GT)
- શુભમન ગિલ (16.5 કરોડ)
- રાશિદ ખાન (18 કરોડ)
- સાઈ સુદર્શન (8.5 કરોડ)
- શાહરૂખ ખાન (4 કરોડ)
- રાહુલ તેવટિયા (4 કરોડ)

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)
- નિકોલસ પૂરન (21 કરોડ)
- મયંક યાદવ (11 કરોડ)
- રવિ બિશ્નોઈ (11 કરોડ)
- આયુષ બદોની (4 કરોડ)
- મોહસીન ખાન (4 કરોડ)

મુંબઈ ઈન્ડિયન્સ (MI)
- હાર્દિક પંડ્યા (16.35 કરોડ)
- સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ)
- રોહિત શર્મા (16.30 કરોડ)
- જસપ્રિત બુમરાહ (18 કરોડ)
- તિલક વર્મા (8 કરોડ)

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
- ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ)
- મતિશા પાથિરાના (13 કરોડ)
- શિવમ દુબે (12 કરોડ)
- રવિન્દ્ર જાડેજા (18 કરોડ)
- મહેન્દ્ર સિંહ ધોની (4 કરોડ)

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
- પેટ કમિન્સ (18 કરોડ)
- હેનરિક ક્લાસેન (23 કરોડ)
- અભિષેક શર્મા (14 કરોડ)
- ટ્રેવિસ હેડ (14 કરોડ)
- નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
- વિરાટ કોહલી (21 કરોડ)
- રજત પાટીદાર (11 કરોડ)
- યશ દયાલ (5 કરોડ)

દિલ્હી કેપિટલ્સ (DC)
- અક્ષર પટેલ (16.50 કરોડ)
- કુલદીપ યાદવ (13.25 કરોડ)
- ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ)
- અભિષેક પોરેલ (4 કરોડ)

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
- સુનીલ નારાયણ (12 કરોડ)
- રિંકુ સિંહ (13 કરોડ)
- આન્દ્રે રસેલ (12 કરોડ)
- વરુણ ચક્રવર્તી (12 કરોડ)
- હર્ષિત રાણા (4 કરોડ)
- રમનદીપ સિંહ (4 કરોડ)

પંજાબ કિંગ્સ (PBKS)
- શશાંક સિંહ (5.5 કરોડ)
- પ્રભસિમરન સિંહ (4 કરોડ)

રાજસ્થાન રોયલ્સ (RR)
- સંજુ સેમસન (18 કરોડ)  
યશસ્વી જયસ્વાલ (18 કરોડ)
- રિયાન પરાગ (14 કરોડ)
- ધ્રુવ જુરેલ (14 કરોડ)
- શિમરોન હેટમાયર (11 કરોડ)
- સંદીપ શર્મા (4 કરોડ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More