Home> Sports
Advertisement
Prev
Next

પાકિસ્તાન સામે તણાવ વચ્ચે IPL 2025 સ્થગિત, જાણો કઈ રીતે ટિકિટના પૈસા રિફંડ લઈ શકો છો તમે

IPL 2025 Suspended:  ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની મેચ હવે રમાશે નહીં. બીસીસીઆઈ તરફથી ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આઈપીએલ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન સામે તણાવ વચ્ચે IPL 2025 સ્થગિત, જાણો કઈ રીતે ટિકિટના પૈસા રિફંડ લઈ શકો છો તમે

IPL 2025 Suspended: BCCI દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે IPL 2025 ની બધી મેચો બંધ કરી દેવામાં આવી છે. એટલે કે હાલ  IPL સ્થગિત કરવામાં આવી છે. આ પછી, કોઈ મેચ રમાશે નહીં અને વિદેશી ખેલાડીઓને તેના દેશમાં મોકલવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હશે કે તેમણે પહેલેથી જ બુક કરેલી ટિકિટોનું શું થશે? ચાલો તમને જણાવીએ કે તમે તમારી ટિકિટના પૈસા કેવી રીતે પરત મેળવી શકો છો.

fallbacks

ભારત-પાક યુદ્ધ Live

ક્યારે મળે છે રિફંડ?
આઈપીએલના નિયમો પ્રમાણે ફી રિફંડ ત્યારે કરવામાં આવે છે જ્યારે મેચ રદ્દ કે સ્થગિત થાય અને તે દિવસે સ્ટેડિયમમાં કોઈપણ ઈનિંગમાં એક પણ બોલ ફેંકવામાં ન આવે. બાકી સ્થિતિમાં મેચ ટિકિટના પૈસા પરત મળતા નથી. જો વચ્ચે મેચમાં વરસાદ આવે કે પછી સુરક્ષાને કારણે મેચ રોકવામાં આવે તો ટિકિટના પૈસા રિફંડ મળતા નથી.

શું કહે છે નિયમ?
હવે ઘણા લોકો એવા છે જેમણે પોતાની મનપસંદ ટીમની મેચ માટે ટિકિટ બુક કરાવી લીધી છે, આવી સ્થિતિમાં તેઓ હવે જાણવા માંગે છે કે તેમને તેમના પૈસા કેવી રીતે પાછા મળશે. આઈપીએલના નિયમો અનુસાર, જો કોઈ કારણોસર મેચ રદ કરવામાં આવે અથવા ટૂંકી કરવામાં આવે, તો આયોજકો પર મેચ ફરીથી શેડ્યૂલ કરવાનું કોઈ દબાણ રહેશે નહીં. આયોજકને મેચનો સમય, તારીખ અને સ્થળ બદલવાનો અધિકાર છે.

આ પણ વાંચોઃ યુદ્ધ થાય તો સામાન્ય લોકો પર થાય છે આ અસર, ભોગવવા પડે છે ખરાબ પરિણામ! જાણો દરેક વિગત

આ રીતે મળે છે ટિકિટનું રિફંડ
જો તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવ્યું છે તો તમને આઈપીએલ રદ્દ થવાની સ્થિતિમાં ઓટોમેટિક રિફંડ મળી જશે. જો રિફંટ ન મળે તો તમે તે પ્લેટફોર્મ પર જઈને રિફંડ ક્લેમ કરી શકો છો. તે માટે તમારે તમારી ટિકિટ અને એક આઈડી પ્રૂફ અપલોડ કરવું પડશે. સાથે બેંક એકાઉન્ટની જાણકારી આપવી પડી શકે છે. આ સિવાય તમે સ્ટેડિયમથી ટિકિટ લીધી છે તો તમે કાઉન્ટર પર જઈ ઓરિજનલ ટિકિટ અને તમારૂ આઈડી કાર્ડ દેખાડી રિફંડ ક્લેમ કરી શકો છો.

રોકવામાં આવી હતી આઈપીએલ મેચ
મહત્વનું છે કે આ પહેલા હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રમાયેલી મેચ વચ્ચે રોકી દેવામાં આવી હતી. 8 મેની રાત્રે પાકિસ્તાન તરફથી અચાનક હુમલો કરવામાં આવ્યો, આ દરમિયાન મેચ ચાલી રહી હતી. સુરક્ષાને કારણે 10 ઓવરમાં જ મેચ રોકી દેવામાં આવી અને બધા દર્શકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ આ બધા લોકોને ટિકિટના પૈસા રિફંડ ન મળી શકે, કારણ કે મેચ શરૂ થઈ ગઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More