Home> Sports
Advertisement
Prev
Next

અરે, આ શું ! સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ પડી, છતાં મિશેલ સ્ટાર્કને ના મળી હેટ્રિક, જાણો કેમ ?

IPL 2025 : 29 એપ્રિલે કોલકાતા અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં KKRની ઈનિંગની 20મી ઓવરમાં પહેલા બોલ પર છગ્ગો આવ્યા બાદ મિશેલ સ્ટાર્કે સતત ત્રણ બોલમાં KKRની ત્રણ વિકેટ લીધી, પરંતુ તેમ છતાં તેની હેટ્રિક ગણવામાં આવી નહોતી. 

અરે, આ શું ! સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ પડી, છતાં મિશેલ સ્ટાર્કને ના મળી હેટ્રિક, જાણો કેમ ?

IPL 2025 : ક્રિકેટના મેદાન પર વિચિત્ર ઘટનાઓ જોવા મળે છે, ખાસ કરીને જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની વાત આવે છે, ત્યારે દરેક મેચમાં કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે. IPL 2025માં 29 એપ્રિલની રાત્રે રમાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં પણ આવું જ બન્યું હતું. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચની પહેલી ઇનિંગની છેલ્લી ઓવરમાં કંઈક એવું બન્યું જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

fallbacks

હકીકતમાં, આ મેચની 20મી ઓવરમાં પહેલા બોલ પર છગ્ગો આવ્યો, ત્યાર બાદ મિશેલ સ્ટાર્કે સતત ત્રણ બોલમાં KKRની ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ તેમ છતાં તેની હેટ્રિક ગણવામાં આવી નહોતી. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે થઈ શકે છે, તો આ સવાલનો જવાબ આ લેખમાં અમે તમને જણાવીશું.

રોહિતे આ મેદાન પર રિતિકાને કર્યું હતું પ્રપોઝ, જોતાં જ ક્લીન બોલ્ડ થયો હતો હીટમેન

પ્રથમ બેટિંગ કરવા આવેલા કોલકાતા નાઈટ રાઈડર્સે 19 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. મિશેલ સ્ટાર્ક છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. તેણે ત્રીજા અને ચોથા બોલ પર રોવમેન પોવેલ અને પછી અનુકુલ રોયને આઉટ કર્યા. તે આગલા બોલ પર હેટ્રિક લેવા માટે તૈયાર હતો પરંતુ તેણે ઓફ સ્ટમ્પની બહાર હર્ષિત રાણાને ફુલ ડિલિવરી ફેંકી, બેટ્સમેન બોલને સ્પર્શ કરી શક્યો નહીં, આ દરમિયાન નોન-સ્ટ્રાઈક એન્ડ પર ઉભેલા આન્દ્રે રસેલ રન ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થઈ ગયો.

ભારતીય ટીમ માટે નહીં રમી શકે વૈભવ સૂર્યવંશી ! ICCના આ નિયમે આપ્યો મોટો ઝટકો

પહેલા સ્ટાર્કને લાગ્યું કે બોલ હર્ષિત રાણાના બેટ સાથે અથડાયો છે, પરંતુ અમ્પાયરે અપીલ ફગાવી દીધી. તેથી સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ પડી જવા છતાં મિશેલ સ્ટાર્કને હેટ્રિક મળી નહોતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More