Home> Sports
Advertisement
Prev
Next

IPL મેચ દરમિયાન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત, RCBની વધી શકે છે મુશ્કેલી

RCB vs GT : ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બુધવારે રમાયેલી મેચમાં RCBનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થયો હતો. કોહલીની ઈજાના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મુશ્કેલીઓ વધી શકે છે. ગુજરાત સામેની મેચમાં બેંગ્લોરને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. 
 

IPL મેચ દરમિયાન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત, RCBની વધી શકે છે મુશ્કેલી

RCB vs GT : બુધવારે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 13 બોલ બાકી રહેતા 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચ દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થતાં ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ડીપ મિડ-વિકેટ પર ફિલ્ડિંગ કરતી વખતે વિરાટ કોહલીની આંગળીમાં ઈજા થઈ હતી. આ ઘટના ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સ દરમિયાન 12મી ઓવરમાં બની હતી.

fallbacks

IPL મેચ દરમિયાન વિરાટ કોહલી ઈજાગ્રસ્ત

ગુજરાત ટાઇટન્સની ઇનિંગ દરમિયાન, સાઇ સુદર્શને 12મી ઓવરમાં કૃણાલ પંડ્યાના બોલને જોરદાર રીતે સ્વિપ કર્યો હતો. ડીપ મિડ-વિકેટ પર ફિલ્ડિંગ કરતી વખતે વિરાટ કોહલીએ બોલને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ વિચિત્ર રીતે સરકી ગયો અને તેના જમણા હાથ સાથે અથડાયો અને બાઉન્ડ્રી ક્રોસ કરી ગયો. આ પછી વિરાટ કોહલી તરત જ ઈજાગ્રસ્ત આંગળી પકડીને ઘૂંટણિયે બેસી ગયો હતો. સ્ટેડિયમમાં થોડો સમય મૌન છવાઈ ગયું અને RCBનો મેડિકલ સ્ટાફ મેદાનમાં આવ્યો હતો.

કાવ્યા મારનનું દુશ્મન પર આવ્યું દિલ...કોણ છે SRHની માલકણનો બોયફ્રેન્ડ ?

RCBની મુશ્કેલીઓ વધી શકે છે

RCBની મેડિકલ ટીમે વિરાટ કોહલીની આંગળીની તપાસ કરી. જોકે વિરાટ કોહલી અસ્વસ્થ દેખાતો હતો, તેમ છતાં તે રમ્યો હતો. વિરાટ કોહલી વારંવાર પોતાની આંગળીઓ ફોલ્ડ કરી રહ્યો હતો. વિરાટ કોહલીની ઈજાની ગંભીરતા હજુ સ્પષ્ટ નથી, આશા છે કે તે સ્વસ્થ થઈ જશે. વિરાટ કોહલીની આ ઈજાની ટૂર્નામેન્ટની બાકીની મેચો પર કોઈ અસર ના પડે તે RCB માટે મહત્વપૂર્ણ છે.  

IPL વચ્ચે યશસ્વી જયસ્વાલનો ચોંકાવનારો નિર્ણય, ટીમ બદલવાની કરી વાત

વિરાટ કોહલી 6 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો 

આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી, વિરાટ કોહલી પોતે 6 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો, જેનો શ્રેય અરશદ ખાનને જાય છે. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીની ઈજા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે મોટો ફટકો બની શકે છે. ટીમની સફળતા માટે વિરાટ કોહલીનું ફોર્મ અને ફિટનેસ મહત્વપૂર્ણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More