Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 : કેએલ રાહુલ કે અક્ષર પટેલ... કોને મળશે દિલ્હી કેપિટલ્સની કમાન ? ટૂંક સમયમાં થશે જાહેરાત

IPL 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ હવે IPLની રાહ જોવાઈ રહી છે, ટૂંક સમયમાં જ IPL 2025ની શરૂઆત થવાની થે, ત્યારે 10 ટીમોમાંથી 9 ટીમોએ તેમના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે, પરંતુ દિલ્હી કેપિટલ્સે હજુ સુધી તેના કેપ્ટનની જાહેરાત કરી નથ. જે ટૂંક સમયમાં થઈ શકે છે. 

IPL 2025 : કેએલ રાહુલ કે અક્ષર પટેલ... કોને મળશે દિલ્હી કેપિટલ્સની કમાન ? ટૂંક સમયમાં થશે જાહેરાત

IPL 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ હવે ભારતમાં IPL 2025નો ક્રેઝ ફેલાવા લાગ્યો છે. 22મી માર્ચથી તેની શરૂઆત થશે. મેગા ટુર્નામેન્ટ માટે 9 ટીમોના કેપ્ટનોની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ અત્યારે દિલ્હી કેપિટલ્સમાં કેપ્ટનશિપની રેસમાં ખૂબ જ રસપ્રદ રેસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ ટીમના કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવશે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને સિનિયર વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝનમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ માટેના બે દાવેદાર છે.

fallbacks

ના રોહિત...ના કોહલી, આ ખેલાડી હતો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો અસલી 'બાજીગર'

રેસમાં કોણ છે આગળ ?

અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપની રેસમાં આગળ હોય તેવું લાગી રહ્યું છે. એવું મનાઈ રહ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની સમાપ્ત થયા પછી ફ્રેન્ચાઇઝીના અધિકારીઓ આગામી થોડા દિવસોમાં તેમના નવા કેપ્ટનના નામની જાહેરાત કરશે. દિલ્હી કેપિટલ્સ તેમની પ્રથમ બે મેચ માટે વિશાખાપટ્ટનમ જતા પહેલા દિલ્હીમાં એક ટૂંકી તાલીમ-કમ-પ્રેક્ટિસ કેમ્પ યોજશે. અક્ષર, રાહુલ, કુલદીપ યાદવ, દક્ષિણ આફ્રિકાના ટ્રિસ્ટન સ્ટબ્સ, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જેક ફ્રેઝર મેકગર્ક અને મિશેલ સ્ટાર્ક 17 અને 18 માર્ચે વિશાખાપટ્ટનમમાં મળશે.

ઈન્ડિયાને ટ્રોફી આપતી વખતે સ્ટેજ પર કેમ હાજર નહોતા PCBના અધિકારી? ICCએ આપ્યો જવાબ

અક્ષર પટેલને મળી શકે છે દિલ્હીની કમાન

કેએલ રાહુલ તેની પત્ની અથિયા શેટ્ટીની પ્રેગ્નન્સીને કારણે એક કે બે આઈપીએલ મેચ ચૂકી શકે છે. જે તેના પ્રથમ બાળકની અપેક્ષિત જન્મ તારીખ પર નિર્ભર રહેશે. કેપિટલ્સ સાથેની સાતમી સિઝનમાં 31 વર્ષીય અક્ષર રાહુલ કરતાં ટીમનું નેતૃત્વ કરવા માટે વધુ સંભવિત ઉમેદવાર લાગે છે. રાહુલ પહેલીવાર દિલ્હીની ટીમ સાથે જોડાશે. જો કે, રાહુલ છેલ્લા કેટલાક સમયથી IPLમાં પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી રહ્યો છે.

અક્ષરે 150 આઈપીએલ મેચો રમી છે અને લગભગ 131ના સ્ટ્રાઈક રેટથી 1653 રન બનાવ્યા છે અને 7.28ના ઈકોનોમી રેટથી 123 વિકેટ લીધી છે. તેને દિલ્હીની કમાન મળી શકે છે. કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. પરંતુ આઈપીએલ દરમિયાન તેને ઈજાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More