Home> Sports
Advertisement
Prev
Next

IPL Auction 2020 : 8 ફ્રેન્ચાઈઝી ટીમે 62 ખેલાડી ખરીદ્યા, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ આઈપીએલ-2020 અને આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા રૂ.15.5 કરોડમાં ખીદવામાં આવ્યો છે. કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી પણ બની ગયો છે. તેણે બેન સ્ટોક્સને પાછળ પાડ્યો છે. સ્ટોક્સને 14.5 કરોડમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમે ખરીદ્યો હતો.

IPL Auction 2020 : 8 ફ્રેન્ચાઈઝી ટીમે 62 ખેલાડી ખરીદ્યા, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

કોલકાતાઃ આઈપીએલ-2020 (IPL- 2010)સિઝન માટે કોલકાતમાં ગુરૂવારે યોજાયેલી હરાજીમાં(Auction) 8 ફ્રેન્ચાઈઝી ટીમ દ્વારા કુલ 62 ખેલાડી ખરીદવામાં આવ્યા હતા. જેમાં 29 વિદેશી અને 33 ભારતીય છે. 8 ફ્રેન્ચાઈઝી દ્વારા ગુરુવારની હરાજીમાં કુલ રૂ.140.3 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. 

fallbacks

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ(Pet Cummins) આઈપીએલ-2020 અને આઈપીએલ ઈતિહાસનો (IPL History) સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા રૂ.15.5 કરોડમાં ખીદવામાં આવ્યો છે. કમિન્સે એક વીડિયો બહાર પાડીના નાઈટ રાઈડર્સની ટીમમાં પુનરાગમન અંગે ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, "ફરી એક વખત કેકેઆર સાથે જોડાઈને અત્યંત ઉત્સાહિત છું. થોડા વર્ષ પહેલા આ ટીમમાં હતો. બ્રેન્ડન સાથે કામ કરવા આતુર છું." કમિન્સ 2014માં કેકેઆરની ટીમમાં હતો. 2017માં તે દિલ્હી ડેરડેવિલ્સ સાથે રમ્યો હતો અને છેલ્લે 2018ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે 5.4 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ ઈજાના કારણે તે રમી શક્યો ન હતો. 

આ સાથે જ કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી પણ બની ગયો છે. તેણે બેન સ્ટોક્સને પાછળ પાડ્યો છે. સ્ટોક્સને 14.5 કરોડમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમે ખરીદ્યો હતો. કમિન્સની બેઝ પ્રાઈસ 2 કરોડ હતી.

IPL Auction : ઓસ્ટ્રેલિયાનો દબદબો, કમિન્સ સૌથી મોંઘો, જાણો ટોપ-10માં કેટલા ભારતીય 

5 કરોડથી વધુની કિંમતે વેચાયેલા ખેલાડી 
1. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સને KKRએ રૂ.15.50 કરોડમાં ખરીદ્યો. 
2. ગ્લેન મેક્સવેલને પંજાબે રૂ.10.75 કરોડમાં ખરીદ્યો. 
3. દક્ષિણ આફ્રિકાના ઓલ રાઉન્ડર ક્રિસ મોરિસને RCBએ રૂ. 10 કરોડમાં ખરીદ્યો. 
4. વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી શેલ્ડન કોટ્રેલને પંજાબે રૂ.8.50 કરોડમાં ખરીદ્યો. 
5. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર નાથન કૂલ્ટર નાઈલને મુંબઈએ રૂ.8 કરોડમાં ખરીદ્યો. 
6. પિયુષ ચાવલાને CSKએ 6.75 કરોડમાં ખરીદ્યો. 
7. ઈંગ્લેન્ડના સેમ કરનને ચેન્નાઈ સુપરકિંગ્સે 5.50 કરોડમાં ખરીદ્યો. 
8. ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગનને KKRએ રૂ.5.25 કરોડમાં ખરીદ્યો. 

fallbacks

IPL 2020 Auction : બીજા સેશનમાં માર્ક સ્ટોયનિસ અને કેન રિચર્ડ્સન 4 કરોડથી વધુમાં વેચાયા

5 કરોડથી 1 કરોડની વચ્ચે વેચાયેલા ખેલાડી

ક્રમ ખેલાડીનું નામ ટીમ કિંમત (રૂપિયામાં)
1 માર્ક સ્ટોયનિસ દિલ્હી કેપિટલ્સ 4.80 કરોડ
2 એરોન ફિન્ચ રોયલ ચેલેન્જર બેંગલુરુ 4.40 કરોડ
3 વરુણ ચક્રવર્તી કોલકાતા નાઈટ રાઈડર્સ 4 કરોડ
4 રોબિન ઉથપ્પા રાજસ્થાન રોયલ્સ 3 કરોડ
5 જયદેવ ઉનડકટ રાજસ્થાન રોયલ્સ 3 કરોડ
6 યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સ 2.40 કરોડ
7 એલેક્સ કેરી દિલ્હી કેપિટલ્સ 2.40 કરોડ
8 કેન રિચર્ડસન રોયલ ચેલેન્જર બેંગલુરુ 4 કરોડ
9 ક્રિસ જોર્ડન પંજાબ 3 કરોડ
10 ડેલ સ્ટેન રોયલ ચેલેન્જર બેંગલુરુ 2 કરોડ
11 રવિ વિશ્નોઈ પંજાબ 2 કરોડ
12 ક્રિસ લિન મુંબઈ ઈન્ડિયન્સ 2 કરોડ
13 મિશેલ માર્શ સનરાઈઝર્સ હૈદરાબાદ 2 કરોડ
14 જોશ હેઝલવૂડ ચેન્નઈ સુપરકિંગ્સ 2 કરોડ
15 વિરાટ સિંહ સનરાઈઝર્સ હૈદરાબાદ 1.9 કરોડ
16 પ્રિયમ ગર્ગ સનરાઈઝર્સ હૈદરાબાદ 1.9 કરોડ
17 જેસન રોય દિલ્હી કેપિટલ્સ 1.50 કરોડ
18 ક્રિસ વોક્સ દિલ્હી કેપિટલ્સ 1.50 કરોડ
19 કાર્તિક ત્યાગી રાજસ્થાન રોયલ્સ 1.30 કરોડ
20 ટોમ બેનટન કોલકાતા નાઈટ રાઈડર્સ 1 કરોડ
21 એન્ડ્રૂ ટાય રાજસ્થાન રોયલ્સ 1 કરોડ
22 ટોમ કરન રાજસ્થાન રોયલ્સ 1 કરોડ

IPL 2020 Auction : પ્રથમ સેશનમાં પેટ કમિન્સ, મેક્સવેલ, મોરીસ, શેલ્ડન કોટરેલ, નાથન કોલ્ટરને લાગી લોટરી

1 કરોડથી 40 લાખમાં વેચાયેલા ખેલાડી 
1. અનુજ રાવત (80 લાખ- રાજસ્થાન રોયલ્સ)
2. ડેવિડ મિલર (75 લાખ- રાજસ્થાન રોયલ્સ)
3. પ્રભસિમરન સિંહ (55 લાખ- પંજાબ)
4. સૌરભ તિવારી (50 લાખ - મુંબઈ ઈન્ડિયન્સ)
5. ફેબિયન એલન (50 લાખ - સનરાઈઝર્સ હૈદરાબાદ)
6. જેમ્સ નીશમ (50 લાખ- પંજાબ)
7. ઓશન થોમસ (50 લાખ - રાજસ્થાન)
8. મોહિત શર્મા (50 લાખ - દિલ્હી)
9. ઉસુરુ ઉદાના (50 લાખ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)
10. દિપક હુડા (50 લાખ- પંજાબ)
11. રાહુલ ત્રિપાઠી (40 લાખ - કોલકાતા નાઈટ રાઈડર્સ)

IPL 2020 Auction : પ્રથમ સેશનમાં પેટ કમિન્સ, મેક્સવેલ, મોરીસ, શેલ્ડન કોટરેલ, નાથન કોલ્ટરને લાગી લોટરી

20 લાખની બેઝ પ્રાઈસમાં વેચાયેલા નવા ખેલાડી 
આકાશ સિંહ(રાજસ્થાન રોયલ્સ), ઈશાન પોરેલ (પંજાબ), એમ. સિદ્ધાર્થ (KKR), ક્રિસ ગ્રીન (KKR), જોશુઆ ફિલિપ (RCB), મોહસિન ખાન(મુંબઈ), પ્રવીણ તાંબે (KKR), તજિંદર ઢિલ્લોં (પંજાબ), અબ્દુલસમદ (સનરાઈઝર્સ હૈદરાબાદ), અનિરુદ્ધ જોશી (રાજસ્થાન), દિગ્વિજય દેશમુખ (મુંબઈ), પ્રિન્સ બલવંત રાય સિંહ (મુંબઈ), સંજય યાદવ (સનરાઈઝર્સ હૈદરાબાદ), પવન દેશપાંડે (RCB),  તુષાર દેશપાંડે (દિલ્હી કેપિટલ્સ), આપ સાઈ કિશોર (ચેન્નઈ સુપરકિંગ્સ), લલિત યાદવ (દિલ્હી કેપિટલ્સ), શાહબાઝ અહેમદ (RCB), નિખિલ નાઈક (KKR).

વિરાટ કોહલીએ સલમાનને પછાડ્યો, ફોર્બ્સની યાદીમાં પ્રવેશનારો પ્રથમ ભારતીય ખેલાડી

ઉલ્લેખનીય છે કે, આ વખતે હરાજીમાં અનકેપ્ડ અને કેપ્ડ ખેલાડી માટે જુદી-જુદી બેઝ પ્રાઈઝ રાખવામાં આવી હતી. અનકેપ્ડ એ ખેલાડી કહેવાય છે જેણે પોતાના દેશ તરફથી ક્રિકેટના એક પણ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી ન હોય. અનકેપ્ડ ખેલાડીઓ માટે રૂ.20 લાખ, રૂ.30 લાખ અને રૂ.40 લાખની ત્રણ નવી કેટેગરી બનાવાઈ હતી. અગાઉ આ રૂ.10 લાખ, રૂ.20 લાખ અને રૂ.30 લાખ હતી. અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં રૂ.20 લાખની શ્રેણીમાં 183 ખેલાડી, રૂ.40 લાખની શ્રેણીમાં 7 ખેલાડી અને રૂ.30 લાખની શ્રેણીમાં 8 ખેલાડીનો સમાવેશ કરાયો હતો.  

જે ખેલાડીએ ટેસ્ટ, વન ડે કે ટી2- કોઈ પણ એક ફોર્મેટમાં પોતાના દેશની ટીમ માટે રમ્યો હોય તેને કેપ્ડ શ્રેણીમાં મુકવામાં આવે છે. આઈપીએલ 2020ની હરાજીમાં કેપ્ડ ખેલાડીઓ માટે 5 બેઝ પ્રાઈસ રાખવામાં આવી છે. જેમાં રૂ.50 લાખ, રૂ.75 લાખ, રૂ.1 કરોડ, રૂ.1.5 કરોડ અને રૂ.2 કરોડ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More