Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019 Auction: આઈપીએલની 12મી સિઝન માટે થશે 346 ખેલાડીઓની હરાજી, માત્ર 70ને મળશે તક

હરાજી માટે સૌથી વધુ બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. ટોપ બ્રેકેટમા સામેલ થનારા ખેલાડીઓની સંખ્યા 9 છે. આ લિસ્ટમાં કોઈપણ ભારતીય ખેલાડી સામેલ નથી. 
 

IPL 2019 Auction: આઈપીએલની 12મી સિઝન માટે થશે 346 ખેલાડીઓની હરાજી, માત્ર 70ને મળશે તક

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2019 માટે આજે (18 ડિસેમ્બર) જયપુરમાં હરાજી થશે. કુલ 346 ક્રિકેટર આ હરાજીમાં ભાગ લેશે, જેમાં 226 ભારતીય સામેલ છે. મહત્વનું છે કે, આ હરાજી માટે શરૂઆતમાં 1003 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ 8 ફ્રેન્ચાઇઝી દ્વારા યાદી સોંપ્યા બાદ અંતિમ યાદી ઘણી નાની કરવામાં આવી છે. તેવામાં પોતાની પસંદના ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે આ ફ્રેન્ચાઇઝી વચ્ચે મંગળવારે બપોરે 2.30 કલાકથી લડાઇ શરૂ થશે. 

fallbacks

આ હરાજીમાં 118 કેપ્ડ અને 228 અનકેપ્ડ ખેલાડીઓની બોલી લાગશે. હરાજી માટે સૌથી વધુ બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. ટોપ બ્રેકેટમાં સામેલ થનારા ખેલાડીઓની સંખ્યા 9 છે. આ લિસ્ટમાં કોઈપણ ભારતીય ખેલાડીઓ સામેલ નથી. બ્રેન્ડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ), ક્રિસ વોક્સ (ઈંગ્લેન્ડ), લસિથ મલિંગા (શ્રીલંકા), શોન માર્શ (ઓસ્ટ્રેલિયા), સૈમ કરન (ઈંગ્લેન્ડ), કોલિન ઇનગ્રામ (ન્યૂઝીલેન્ડ), કોરી એન્ડરનસ (ન્યૂઝીલેન્ડ), એન્જેલો મેથ્યુસ (શ્રીલંકા) અને ડાર્સી શોર્ટ (ઓસ્ટ્રેલિયા)ને 2 કરોડ રૂપિયાના ટોપ બ્રેકેટમાં રાખવામાં આવ્યા છે. 

IPL Auction 2019: જાણો કઈ ટીમ પાસે વધ્યા છે કેટલા પૈસા, કોણ ખરીદી શકે છે કેટલા ખેલાડી?

ગત વર્ષે ભારતના ખેલાડીઓમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સૌથી મોંઘો વેંચાયો હતો. જેને રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વખતે તે 1.5 કરોડની બેઝ પ્રાઇઝ બ્રેકેટમાં સામેલ એકમાત્ર ભારતીય છે. આ સિવાય વાત 1 કરોડ રૂપિયાના બેઝ પ્રાઇઝ બ્રેકેટની વાત કરીએ તો તેમાં ભારતના યુવરાજ સિંહ, અક્ષર પટેલ, રિદ્ધિમાન સાહા અને મોહમ્મદ શમી સામેલ છે. 

નમન ઓઝા અને ઇશાંત શર્માને 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝના બ્રેકેટમાં રાખવામાં આવ્યા છે. આ બ્રેકેટમાં કુલ 18 ખેલાડી સામેલ છે, જેમાં 2 ભારતીય છે. આ સિવાય 50 લાખ રૂપિયાના બ્રેઝ પ્રાઇઝ બ્રેકેટમાં 18 ભારતીય સાથે કુલ 62 ખેલાડી સામેલ છે. ભારતના ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજારા (જેને ગત હરાજીમાં કોઈએ ન ખરીદ્યો)ને 50 લાખ રૂપિયાના બેઝ પ્રાઇઝ બ્રેકેટમાં રાખવામાં આવ્યો છે. 

આઈપીએલ 2019: આ ત્રણ ફેક્ટર જે હરાજીમાં મોટી ભૂમિકા ભજવશે

આ વખતે હરાજીમાં અનકેપ્ડ ખેલાડી ત્રણ બેઝ પ્રાઇઝ બ્રેકેટ્સ (20 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા, 40 લાખ રૂપિયા) હેઠળ પ્રવેશ કરશે. મહત્વનું છે કે, 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ બ્રેકેટમાં 196 ભારતીય અને 17 વિદેશી ખેલાડી સામેલ છે. આ સિવાય 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ બ્રેકેટમાં 5 ભારતીય અને 3 વિદેશી ખેલાડીને રાખવામાં આવ્યા છે. વાત 40 લાખ રૂપિયાના બેઝ પ્રાઇઝની વાત કરીએ તો તેમાં 7 વિદેશી ખેલાડી સામેલ છે. 

IPL 2019 : લેટેસ્ટ ન્યૂઝ જાણો
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More