Home> Sports
Advertisement
Prev
Next

IPL 2021: આ ખેલાડીઓ પર મન મૂકીને વરસ્યા 'લક્ષ્મીજી', કરોડોમાં લાગી બોલી

જે ક્ષણનો ઈંતઝાર ખેલાડીઓની સાથે સાથે ક્રિકેટ ફેન્સને ઘણા સમયથી હતો. તે આખરે આજે પૂરું થઈ ગયું. ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં થઈ. જેમાં ભારતની સાથે સાથે વિદેશી ખેલાડીઓ પર ફ્રેન્ચાઈઝીઓએ મન મૂકીને પૈસા વરસાવ્યા.

IPL 2021: આ ખેલાડીઓ પર મન મૂકીને વરસ્યા 'લક્ષ્મીજી', કરોડોમાં લાગી બોલી

ચેન્નઈ: આઈપીએલ (IPL) એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં થઈ. જેમાં અનેક એવા ખેલાડીઓ સામે આવ્યા જેમના પર લક્ષ્મીજી છપ્પર ફાડીને વરસ્યા. જેમાં ભારતના અને વિદેશના ખેલાડીઓનો સમાવેશ થાય છે. ત્યારે કયા-કયા ખેલાડીઓ પર ફ્રેન્ચાઈઝીઓએ મન મૂકીને પૈસા વહાવ્યા.

fallbacks

1.  ક્રિસ મોરિસ:
દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચાનારો ખેલાડી બની ગયો છે. મોરિસને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ગત સિઝનમાં તે બેંગ્લોરની ટીમનો ભાગ હતો. જોકે આ વખતે ટીમે તેમને રિલીઝ કરી દીધા હતા. ટીમ તેને ઓછા ભાવમાં ખરીદવા માગતી હતી. તેની બેસ પ્રાઈસ માત્ર 75 લાખ રૂપિયા હતી. પરંતુ ઓક્શનમાં તેની બોલી સતત વધતી ગઈ અને રાજસ્થાન રોયલ્સે તેને 16.25 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.

IPL 2021: આઈપીએલની હરાજી બાદ કઈ ટીમમાં કયા ખેલાડી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

2.  કાઈલી જેમિસન:
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કાઈલ જેમિસનને આરસીબીએ 15 કરોડ રૂપિયામાં ખરીદ્યા. જેમિસનની બેસ પ્રાઈસ 75 લાખ રૂપિયા હતી. પરંતુ આ ખેલાડી પર પંજાબ અને બેંગ્લોરે દિલચશ્પી દાખવી. પરંતુ અંતે વિરાટ એન્ડ કંપનીએ બાજી મારી લીધી. જેમિસન પેટ કમિન્સ પછી આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો બોલર બની ગયો છે. તેણે ગયા વર્ષે ભારત સામે ડેબ્યૂ કર્યુ હતું.

3. ગ્લેન મેક્સવેલ:
આઈપીએલની 14મી સિઝન પહેલાં ગ્લેન મેક્સવેલને ટીમે રિલીઝ કરી દીધો હતો. તેને છેલ્લી વખતે પંજાબની ટીમે 10 કરોડ 75 લાખમાં ખરીદ્યો હતો. ત્યારે બધાની નજર મેક્સવેલ પર હતી. હરાજી દરમિયાન ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે હરિફાઈમાં જામી. જેમાં રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરે તેને 14.25 કરોડ જેટલી અધધ રકમ આપીને ખરીદી લીધો.

IPL Auction 2021: ફાસ્ટ બોલર પર રૂપિયાનો વરસાદ, ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડી બની ગયા કરોડપતિ

4. જાય રિચાર્ડસન:
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જાય રિચાર્ડસન પર આઈપીએલ હરાજી દરમિયાન ઉંચી બોલી લાગી. આ બોલરને પંજાબ કિંગ્સ ઈલેવને 14 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો. રિચાર્ડસનની બેસ પ્રાઈઝ દોઢ કરોડ રૂપિયા હતી. હરાજી દરમિયાન તેને ખરીદવા માટે રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે હોડ જામી. પરંતુ અંતમાં બાજી પંજાબ કિંગ્સે મારી. રિચાર્ડસન આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘા બોલરોમાંથી એક છે.

5. કૃષ્ણપ્પા ગૌતમ:
કર્ણાટકના ઓફ સ્પિનર કૃષ્ણપ્પા ગૌતમને હરાજીમાં 9.25 કરોડમાં ચેન્નઈ સુપરકિંગ્સે ખરીદ્યો છે. તેની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી. ગૌતમ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. તેની પહેલાં કૃણાલ પંડ્યા 8.80 કરોડમાં વેચાયો હતો. ઓફ સ્પિનર કૃષ્ણપ્પા ગૌતમે 62 ટી-20 મેચમાં 41 વિકેટ ઝડપી છે. અને બે અડધી સદીની મદદથી 594 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સ્ટ્રાઈક રેટ 159.24નો છે. જ્યારે બોલિંગમાં તેની સ્ટ્રાઈક રેટ 28ની છે. એટલે કે દર 28મી બોલે તે એક વિકેટ ઝડપે છે.

IPL 2021 Auction: 87 ખેલાડીઓ પર પ્રથમ સેશનમાં લાગી બોલી, જાણો કોણ વેચાયા અને કોણ નહીં

6. રિલી મેરિડિથ:
આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની લોટરી લાગી. ગ્લેન મેક્સવેલ, જાય રિચાર્ડસનની સાથે સાથે ઝડપી બોલર રિલી મેરિડિથને પણ મોટી રકમ મળી છે. માત્ર 24 વર્ષનો આ ઝડપી બોલર પંજાબ કિંગ્સની સ્ક્વોડમાં સામેલ થયો છે. તસ્માનિયાના આ ખેલાડીને પંજાબે 8 કરોડની મોટી કિંમત પર ખરીદ્યો છે. તે પોતાની ઝડપી બોલિંગ માટે જાણીતો છે. તેની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાક છે.

7. મોઈન અલી:
ચેન્નઈ સુપર કિંગ્સે આ વખતે ઓલરાઉન્ડરને ખરીદવામાં વધારે રૂચિ દાખવી. પહેલાં ફ્રેન્ચાઈઝીએ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને ખરીદવા માટે 14 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. જ્યારે તેમની પાસે માત્ર 19.90 કરોડ રૂપિયા જ હતા. જેના કારણે ટીમે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલી પર પસંદગી ઉતારી. પંજાબ કિંગ્સ અને ચેન્નઈની વચ્ચે હરિફાઈ જામી. અંતે ચેન્નઈએ મોઈનને 7 કરોડમાં ખરીદ્યો.

IPL Auction 2021: 'Shah Rukh Khan' ની થઈ હરાજી, ખુશ જોવા મળી Preity Zinta, જુઓ Video

8. શાહરુખ ખાન-ટોમ કરન:
તમિલનાડુના ઓલરાઉન્ડર શાહરૂખ ખાનની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બોલી લાગી. 20 લાખની બેસ પ્રાઈઝવાળા શાહરૂખ ખાનને પંજાબ કિંગ્સે 5.25 કરોડમાં ખરીદ્યો. તમિલનાડુના આ ઓલરાઉન્ડરે 2020ની મુશ્તાક ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ત્યારે તે વેચાયો ન હતો. 25 વર્ષના આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું. અને આ વર્ષે સારું પ્રદર્શન કરતાં તેનું ઈનામ પણ તેને મળી ગયું છે. જ્યારે દિલ્લી કેપિટલ્સે ઈંગ્લેન્ડના ટોમ કરનને 5.25 કરોડ રૂપિયા આપીને ખરીદી લીધો.

9. નાથન કૂલ્ટર નાઈલ:
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર નાથન કૂલ્ટર નાઈલની પણ બમ્પર બોલી લાગી. તેને 5 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો.

10. ડેનિયલ ક્રિસ્ટિયન:
ઓસ્ટ્રેલિયાના આ ઓલરાઉન્ડરને RCBએ ખરીદી લીધો. તેની બેસ પ્રાઈઝ 75 લાખ રૂપિયા હતી. જ્યારે આરબીસીએ તેને 4.8 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.

IPL auction 2021: સૌરાષ્ટ્રના યુવા બોલરને લાગી લોટરી, રાજસ્થાને મોટી રકમ આપી ખરીદ્યો

11. શિવમ દુબે:
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શિવમ દુબે માટે પણ મોટી બોલી લાગી. 50 લાખની બેસ પ્રાઈઝવાળા શિવમને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. રાજસ્થાન રોયલ્સે 4.40 કરોડમાં ખરીદ્યો. શિવમ દુબે 2021માં સંજુ સેમસનની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે. 2020માં તે આરસીબીમાંથી રમી ચૂક્યો છે.

12. મોએસિસ હેનરિક્સ:
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મોએસિસ હેનરિક્સે 4.2 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સે ખરીદ્યો છે. હેનરિક્સની બેસ પ્રાઈઝ 1 કરોડ હતી.

IPL auction 2021: સ્ટીવ સ્મિથ આ વર્ષે દિલ્હી કેપિટલ્સમાં, જાણો કેટલા રૂપિયામાં વેચાયો

13. શાકિબ અલ હસન:
બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ-અલ-હસનને ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદી લીધો. ફ્રેન્ચાઈઝીએ તેને 3 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More