મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન 2019મા રમાવાની છે. 12મી સિઝન માટે ખેલાડીઓની હરાજી જયપુરમાં શરૂ થઈ રહી છે. તેના થોડા સમય પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી ટીમે એક મોટી જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી થઈ છે અને આ વખતે તેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
ઝહીર ખાનને ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ રીતે ઝહીર હરાજીમાં નીતા અંબાણી અને આકાશ અંબાણીની સાથે જોવા મળશે. 40 વર્ષના ઝહીર ખાને 2009, 2010 અને 2014મા મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચુક્યો છે.
આઈપીએલની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પોતાના 18 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જસપ્રીત બુમરાહ જેવા નામ સામેલ છે. રોહિત શર્મા જેની આગેવાનીમાં મુંબઈએ ત્રણ ટાઇટલ જીત્યા છે, તેના હાથમાં ફરી ટીમની કમાન હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે