નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2023ની સીઝન પહેલા ફ્રેન્ચાઇઝીઓમાં મોટા-મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે. ટૂર્નામેન્ટની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સે પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યો છે. માહેલા જયવર્ધનેના સ્થાને હવે આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર અને કોચ મુંબઈ ઈન્ડિયન્સનો મુખ્ય કોચ બની ગયો છે. ફ્રેન્ચાઇઝીએ આજે આ માહિતી આપી છે. તો પંજાબ કિંગ્સે પણ પોતાના નવા કોચની જાહેરાત કરી છે. પંજાબ કિંગ્સે શુક્રવારે ટ્રેવર બેલિસને પોતાના નવા મુખ્ય કોચ બનાવ્યા છે.
ટ્રેવલ બેલિસ બન્યા પંજાબના કોચ
બેલિસે ફ્રેન્ચાઇઝી દ્વારા જાહેર નિવેદનમાં કહ્યુ- બું પંજાબ કિંગ્સનો મુખ્ય કોચ બનવા પર સન્માનિત અનુભવી રહ્યો છે. પંજાબ કિંગ્સ એવી ફ્રેન્ચાઇઝી છે જેમાં સફળતાની ભૂખ છે. હું પ્રતિભાશાળી ખેલાડીઓથી ભરેલી આ ટીમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું.
બેલિસ ખુબ અનુભવી કોચ છે. તેમના કોચ રહેતા ઈંગ્લેન્ડે 2019માં 50 ઓવરનો વિશ્વકપ જી્યો હતો. કોલકત્તા નાઇટ રાઇડર્સે 2012 અને 2014માં બેલિસના રહેતા આઈપીએલ ટાઈટલ જીત્યું હતું, જ્યારે તેમણે સિડની સિક્સર્સને બિગ બેશનું ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચોઃ T20 World Cup 2022: પાકિસ્તાનની ટીમ જાહેર, શાહીન શાહ આફ્રિદીની વાપસી, આ બેટર થયો બહાર
બેલિસ 2020 અને 2021ની આઈપીએલ સીઝન માટે સનરાઇઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ રહેતા હતા. નોંધનીય છે કે પંજાબ કિંગ્સે થોડા દિવસ પહેલા અનિલ કુંબલેને કોચ પદેથી હટાવી દીધા હતા. કુંબલે સતત ત્રણ વર્ષ સુધી પંજાબનો કોચ હતો, પરંતુ આ દરમિયાન ફ્રેન્સાઇઝી પ્લેઓફમાં પહોંચી શકી નહીં.
માર્ક બાઉચર બન્યો મુંબઈનો હેડ કોચ
તો આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સે માહેલા જયવર્ધનેના સ્થાને માર્ક બાઉચરને મુખ્ય કોચ બનાવ્યા છે. માહેલા જયવર્ધનેને મુંબઈ ઈન્ડિયન્સે ગ્લોબલ હેડ ઓફ પરફોર્મંસની જવાબદારી સોંપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે