Home> Sports
Advertisement
Prev
Next

IPL Media Auction: આઈપીએલ મીડિયા રાઇટ્સના પારદર્શક ઈ-ઓક્શન માટે ઝી ગ્રુપે બીસીસીઆઈની કરી પ્રશંસા

IPL Media Auction: ઝી ગ્રુપે આઈપીએલ મીડિયા રાઇટ્સની હરાજી પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂરી કરવા માટે બીસીસીઆઈનો આભાર માન્યો છે. ઝી ગ્રુપ તરફથી જાહેર નિવેદનમાં બીસીસીઆઈ અધ્યક્ષ અને સચિવનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. 
 

IPL Media Auction:  આઈપીએલ મીડિયા રાઇટ્સના પારદર્શક ઈ-ઓક્શન માટે ઝી ગ્રુપે બીસીસીઆઈની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ IPL Media Auction: ઝી ગ્રુપે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને પારદર્શી રીતે આઈપીએલ મીડિયા રાઇટ્સની હરાવીને સફળતાપૂર્વક પૂરી કરવા માટે શુભેચ્છા આપી છે. આઈપીએલ મીડિયા રાઇટ્સ ટેન્ડર પ્રક્રિયામાં ઝી ગ્રુપની ભાગીદારીને સક્ષમ કરવામાં તેના સક્ષમ નેતૃત્વ અને અતૂટ સમર્થન માટે પણ ઝી ગ્રુપે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, કોષાધ્યક્ષ અરૂણ ધૂમલનો આભાર માન્યો છે. 

fallbacks

મહત્વનું છે કે બે દિવસ ચાલેલી હરાજી પ્રક્રિયા બાદ સ્ટાર ઈન્ડિયા અને વાયકોમ 18 એ ક્રમશઃ ટીવી અને ડિજિટલ રાઇટ્સ મેળવ્યા છે. બીસીસીઆઈ સચિવે ખુદ તેની જાહેરાત કરી છે. ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના પ્રમુખ રાહુલ જૌહરીએ નિવેદનમાં કહ્યુ- ઝીમાં અમે બધા કારોબારી નિર્ણયને તમામ સ્ટેકહોલ્ડર્સ માટે વેલ્યૂ ક્રિએશનની નજરથી જોઈએ છીએ અને તમામ સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝને પણ અમે તે દ્રષ્ટિએ જોઈએ છીએ. 

સ્ટાર ઈન્ડિયા અને વાયકોમ18 એ જીત્યા રાઇટ્સ
સ્ટાર ઈન્ડિયાએ 23575 કરોડ રૂપિયાની બોલીની સાથે ટીવીના અધિકાર મેળવ્યા છે. જ્યારે વાયકોમ18 એ 23758 કરોડ રૂપિયાની બોલી સાથે ડિજિટલ અધિકાર હાસિલ કર્યા છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ટ્વીટ કર્યુ- 'હું તે જાહેરાત કરતા રોમાંચિત છું કે સ્ટાર ઈન્ડિયાએ 23575 કરોડ રૂપિયાની બોલીની સાથે ઈન્ડિયા ટીવી અધિકાર જીત્યા. ઈ હરાજી બે મહામારી વર્ષો છતાં બીસીસીઆઈની સંગઠનાત્મક ક્ષમતાઓનું પ્રત્યક્ષ પ્રમાણ છે.'

વાયકોમ 18 એ 23757 કરોડ રૂપિયાની બોલીની સાથે ડિજિટલ અધિકાર પ્રાપ્ત કર્યાં છે. ભારતે એક ડિજિટલ ક્રાંતિ જોઈએ છે અને આ ક્ષેત્રમાં અનંત સંભાવનાઓ છે. ડિજિટલ પ્રસારણે ક્રિકેટને જોવાની રીત બદલી નાખી છે. તે રમતના વિકાસનું એક મોટુ કારણ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More