Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019: RCB પર વિજય માલ્યાનો કટાક્ષ, કહ્યું- કાગળ પર મજબૂત ટીમ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ માલિક વિજય માલ્યાએ આઈપીએલમાં પોતાની જૂની ટીમના ખરાબ પ્રદર્શન પર કોમેન્ટ કરી છે. માલ્યાએ લખ્યું કે, બેંગલોરની ટીમ મજબૂત દેખાઈ છે પરંતુ દર વખતે માત્ર કાગળ પર મજબૂતી દેખાઈ છે. 

IPL 2019: RCB પર વિજય માલ્યાનો કટાક્ષ, કહ્યું- કાગળ પર મજબૂત ટીમ

બેંગલુરૂઃ આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ કહ્યું કે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ હંમેશા કાગળ પર સારી રહી છે. વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, માર્કસ સ્ટોઇનિસ અને શિમરોન હેટમેયર તથા ટીમ સાઉદી જેવા સ્ટાર ખેલાડીઓથી સજ્જ બેંગલોરનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું છે. 

fallbacks

માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું, 'આ ટીમની પાસે સારી લાઇનઅપ હતી પરંતુ તે માત્ર કાગળ પર જોવા મળી.' બેંગલોરે આઈપીએલની 12મી સિઝનમાં શરૂઆતી 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ ટીમે પાંચ મેચમાં વિજય મેળવ્યો હતો. 

મહત્વનું છે કે વિજય માલ્યાએ પોતાના આ ટ્વીટની સાથે વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પોસ્ટની લિંગ પણ શેર કરી છે, જેમાં તેણે આરસીબી ફેન્સ, સપોર્ટ સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન કોહલીએ પોતાના ફેનસ્ માટે પોતાના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક સંદેશ મોકલ્યો, જેમાં તેણે ટ્વીટર પર લખ્યું, 'તમારા સમર્થન અને પ્રેમ માટે તમામનો આભાર.' ફેન્સ, ગ્રાઉન્ડ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ વચન આપે કે આગામી વર્ષે મજબૂતીથી વાપસી કરીશું. 

IPL 2019: એલિમિનેટરમાં હૈદરાબાદની સામે ટકરાશે દિલ્હી, જાણો કોણ-કોના પર ભારી 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More