IPL 2025 Suspended: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર દુનિયાની નજર છે. આ વચ્ચે IPL 2025 ને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુરૂવારે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થયા બાદ તત્કાલ મેદાનને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. હકીકતમાં IPL 2025 માં ગજબનો સંયોગ બની રહ્યો છે કારણ કે 4 વર્ષ પહેલા પણ દિલ્હી-પંજાબની મેચ બાદ આઈપીએલ ટૂર્નામેન્ટ રોકવામાં આવી હતી.
ભારત-પાક યુદ્ધ Live
ચાર વર્ષ બાદ બન્યો સંયોગ
આ વાત ચાર વર્ષ પહેલા એટલે કે 2021ની છે, જ્યારે વિશ્વમાં કોરોના વાયરસ મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. તે દિવસ હતો 2 મે, 2021ના પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ રમાઈ હતી. પરંતુ કોરોનાના વધતા કેસને કારણે ટૂર્નામેન્ટ વચ્ચે રોકી દેવામાં આવી હતી. તેના આશરે સાડા ચાર મહિના બાદ ટૂર્નામેન્ટનું આયોજન યુએઈમાં કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- વિરાટ કોહલીએ ઈન્ડિયન આર્મી માટે લખી ભાવુક પોસ્ટ, દેશના રિયલ હીરોઝ માટે કહી મોટી વાત
હવે 4 વર્ષ બાદ IPL 2025 મા પણ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ મેચ બાદ ટૂર્નામેન્ટ રોકવામાં આવી છે. આઈપીએલ 2025ને રોકવાનું કારણ ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલો તણાવ છે. BCCI એ સુરક્ષાના કારણોથી એક સપ્તાહ માટે આઈપીએલની મેચનું આયોજન રોકી દીધું છે. પરિસ્થિતિ અનુસાર ટૂર્નામેન્ટને બીજીવાર શરૂ કરવાની તારીખ આગળ વધારી શકાય છે. આ સંયોગથી તે પણ કહી શકાય કે બંને સીઝનમાં દિલ્હી-પંજાબ મેચ બાદ ટૂર્નામેન્ટ વચ્ચે રોકી દેવામાં આવી હતી.
તે સિઝનમાં પ્લેઓફમાં પહોંચેલી ટીમોમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સનો સમાવેશ થાય છે. ફાઇનલ ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે રમાઈ હતી, જેમાં સીએસકેએ 27 રનથી જીત મેળવી હતી અને ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે