Home> Sports
Advertisement
Prev
Next

IND vs NZ: ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ સિરીઝ પહેલા મળી આ ભેટ, કહ્યું- મારા માટે ખુબ મહત્વની


ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજારા આ દિવસોમાં ન્યૂઝીલેન્ડમાં છે અને તે વેલિંગ્ટનમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ રમવા તૈયાર છે. 

IND vs NZ: ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ સિરીઝ પહેલા મળી આ ભેટ, કહ્યું- મારા માટે ખુબ મહત્વની

નવી દિલ્હીઃ ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પૂજારા આ દિવસોમાં ન્યૂઝીલેન્ડમાં છે અને તે વેલિંગ્ટનમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમવા તૈયાર છે. આ પહેલા બુધવારે તેણે ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપની પ્રથમ છ મેચો માટે ગ્લૂસ્ટરશાયરની સાથે કરાર કર્યો છે. 

fallbacks

ભારતીય ટેસ્ટ ટીમના મુખ્ય ખેલાડી પૂજારા પોતાની મજબૂત ટેકનિકને કારણે બેટિંગને મજબૂતી પ્રદાન કરી રહ્યો છે. ગ્લૂસ્ટરશાયરની સાથે તેનો કરાર 12 એપ્રિલથી 22 મેચ સુધી છે. 

ક્લબ તરફથી જારી અખબારી યાજીમાં કહ્યું, 'હું આ સત્રમાં ગ્લૂસ્ટરશાયરનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવાથી ખરેખર ઉત્સાહિત છું.'

32 વર્ષીય પૂજારાએ કહ્યું, 'ક્લબનો શાનદાર ક્રિકેટ ઈતિહાસ છે અને તેનો ભાગ બનવા અને તેની સફળતામાં યોગદાન આપવા માટે મહત્વપૂર્ણ તક છે.'

ક્લબે પૂજારાની લાંબા સમય સુધી બેટિંગ કરવાની ક્ષમતા પર વિચાર કર્યો. ગ્લૂસ્ટરશાયરને તેના અનુભવનો ફાયદો મળશે. આ કાઉન્ટી ટીમ એક દાયકામાં પ્રથમવાર કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન એકમાં રમી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More