Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: પોકેટ મની લેવાની ઉંમરમાં કરોડપતિ બન્યા આ 5 'બાળકો'

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એટલે સપનાઓની ઉડાનનું પ્લેટફોર્મ, જ્યાં નાના-નાના શહેરોના જય-વીરૂ પોતાની કુશળતા દેખાળવાની તક મળે છે. આ ક્રિકેટર્સ જ્યાં આ લીગ દ્વારા પોતાની ક્રિકેટ પ્રતિભાને બધાની સામે રજૂ કરે છે

IPL 2020: પોકેટ મની લેવાની ઉંમરમાં કરોડપતિ બન્યા આ 5 'બાળકો'

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એટલે સપનાઓની ઉડાનનું પ્લેટફોર્મ, જ્યાં નાના-નાના શહેરોના જય-વીરૂ પોતાની કુશળતા દેખાળવાની તક મળે છે. આ ક્રિકેટર્સ જ્યાં આ લીગ દ્વારા પોતાની ક્રિકેટ પ્રતિભાને બધાની સામે રજૂ કરે છે, ત્યારે તેમની પોતાના જીવન પણ તેમાં મળતી મોટી રકમથી એક ઝટકામાં બદલાઇ જાય છે. આઇપીએલ 2020 પણ આ અર્થમાં અલગ નથી. આ વખતે પણ કેટલાક બાળકો એવા છે, જેમણે આ લીગે તેમના માતા-પિતા પાસેથી પોકેટ મની માંગવાની ઉંમરમાં કરોડપતિ બનાવી દીધા છે. આવા 5 બાળકો વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ.

fallbacks

યશસ્વી જયસવાલને હવે નહીં વેચવી પડે પાણી-પૂરી
ઘરેલૂ ક્રિકેટમાં માત્ર 17 વર્ષની ઉંમરમાં વન ડે મેચમાં બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસવાલ (Yashasvi Jaiswal) પોતાના ક્રિકેટના ખર્ચને પહોંચી વળવા માટે પાણી પૂરી વેચતો હતો. પરંતુ આ વંડર કિડને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)એ 2.4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં લીધો છે. વિજય હજારે ટ્રોફીમાં યશસ્વીએ દુનિયાના સૌથી નાની ઉંમરમાં બેવડી સદી ફટકારના ક્રિકેટર બનીને માક્ષ 154 બોલમાં 203 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સમાં 12 સિક્સ અને 17 ફોર મારનાર યશસ્વીએ વિજય હજારે ટ્રોફીની 6 મેચમાં કુલ 25 સિક્સ મારી દેખાડી હતી કે, વન ટાઇમ ચેમ્પિયન નહીં પરંતુ ઓરિજન્લ ટેલેન્ટ છે. તેના કારણે યશસ્વીને ખરીદવા માટે આ વર્ષે હરાજી દરમિયાન તમામ આઇપીએલ ફ્રેન્ચાઇઝીની વચ્ચે જોરદાર ફાઇટ થઈ હતી. તેનો ફાયદો યશસ્વીને મળ્યો અને તે બની ગયો કરોડપતિ.

જોધપુરી રંગ વિખેરનાર રિવને મળ્યા 2 કરોડ
ક્યારે તમે જોધપુર શહેર જાઓ તો તમને હાઇટ્સ પરથી જોવા પર તમામ ઘરો એક જેવા વાદળી રંગના જોવા મળશે. આ વાદળી રંગના ઘરોમાં એક છોકરાની અંદર ટીમ ઇન્ડિયાની બ્લૂ જર્સી પહેરવાનું સપનું પણ હતું. આ છોકરો છે રવિ બિશ્નોઇ (Ravi Bishnoi), જેના પર કિંગ્સ ઇલેવન પંજાબે 2 કરોડ રૂપિયામાં દાવ લગાવ્યો છે. તેમના બેઝ પ્રાઇઝથી 10 ગણા વધારે મેળવનાર બિશ્નોઈ પોતાના લેગ સ્પિન દરમિયાન રહસ્યમય ગુગલી ફેંકવા માટે ઓળખાય છે. કેટલાક નિષ્ણાતોએ તેની ગુગલીની સરખામણી પીયૂષ ચાવલા સાથે કરી છે, જે પોતાની ગુગલી ફેંકવાના કારણે આઇપીએલના ટોપ-4 બોલરોમાંથી એક બન્યો છે. બિશ્નોઈ નિચલા ક્રમમાં સારી બોલિંગ પણ કરે છે. ભારતીય અંડર 19 ટીમ માટે રમી ચુકેલા બિશ્નોઇએ ગત વર્ષ 7 મેચમાં માત્ર 4.32ના ઇકોનોમી રેટથી 12 વિકેટ ઝડપી હતી.

દૂધની ડેરી નહીં હવે મિલ્ક પ્લાન્ટ લગાવી શકે છે પ્રિયમ
ક્રાંતિઘરા કહેવાતા મેરઠ શહેરનો પ્રિયમ ગર્ગ (Priyam Garg) ગત વર્ષ અંડર 19 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન રહ્યો હતો. આ અર્થમાં તે પહેલાથી જ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીની કતારમાં ઉભો રહ્યો છે, પરંતુ બેટિંગથી પણ તે આગામી કોહલી બનાવાનો દાવો કરી શકે છે. ગત વર્ષ રણજી ટ્રોફીમાં પોતાના ડેબ્યૂ સીઝનમાં જ યૂપી ટીમ માટે 814 રન ફટકારી તહેલકો મચાવ્યો હતો. પ્રિયમને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પ્રિયમ તેના પિતાની સાથે અત્યાર સુધી દૂધની ડેરી સંભાળતો હતો, પરંતુ હવે તે માત્ર 19 વર્ષની ઉંમરમાં મિલ્ક પ્લાન્ટ લગાવવાના લાયક થઇ ગયો છે.

આ વિરાટનો દમ ઓરિજન્લ કોહલીથી ઓછો નથી
આ વખતે આઇપીએલમાં વિરાટ કોહલી ઉપરાંત અન્ય એક વિરાટનો દમ જોવા મળશે. આ છે વિરાટ સિંહ (Virat Singh). જેણે આ વર્ષ સનરાઇઝર્સ હૈદરાબાદે જ 1.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સારી બેટિંગ કરનાર વિરાટ સિંહને લઇને હરાજી દરમિયાન સનરાઇઝર્સ અને કિંગ્સ ઇલેવન વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, પરંતુ જીત હૈદરાબાદની થઇ. વિરાટે ગત વર્ષ ઘરેલૂ ક્રિકેટની સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં 10 મેચમાં 343 રન ફટકાર્યા હતા. તો વિજય હજારે ટ્રોફીમાં 7 મેચમાં 100.60ના ટ્રાઇક રેટ અને 83.75ના જબરદસ્ત સરેરાશથી 335 રન ફટકારી પોતાનો દમ દેખોળ્યો હતો.

કાર્તિક ત્યાગીના બોલની ગતી હશે જોવા લાયક
મેરઠની ધરતી માત્ર ક્રિકેટના સારા સમાન વેચવા માટે પ્રસિદ્ધ નથી પરંતુ આ શહેર અને તેની આસપાસના શહેર (જે કેટલાક વર્ષ પહેલા સુધી પ્રશાસનિક નક્શામાં મેરઠ જિલ્લાનો ભાગ હતા) ક્રિકેટના સારા પ્લેયર્સ આપવા માટે પણ ફેમસ છે. આવો જ એક જોરદાર પ્રતિભા ધરાવનાર કાર્તિક ત્યાગી (Kartik Tyagi) છે. મેરઠની બાજુમાં હાપુડના રહેવાસી ત્યાગીએ 2017માં માત્ર 16 વર્ષ 11 મહિનાની ઉંમરમાં ઉત્તર પ્રદેશ માટે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ત્યારબાદ ઇજા થવાથી તેના કેરિયરમાં બ્રેક લાગ્યો હતો.

જબરદસ્ત ગતીથી બોલ ફેંકનાર ત્યાગીને રાજસ્થાન રોયલ્સે 1.3 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં લીધો છે. તેમને મળતી કિંમત માટે ગત વર્ષ અંડર-19 વર્લ્ડ કપમાં ત્યાગીની જોરદાર બોલિંગ જવાબદારી છે. ખાસકરીને ઓસ્ટ્રેલિયા સામે લેવામાં આવેલી 4 વિકેટ કદાચ જ કોઇ ભુલી શકશે. પોતાના પિતાના ખેતરમાંથી બોરી ઉઠાવી દરરોજ માર્કેટ સુધી લઇ જનાર ત્યાગીના બોલની ગતી આઇપીએલ 2020માં જોવા લાયક હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More