નવી દિલ્હીઃ આઈપીએલની આગામી સિઝન માટે દિલ્હી ડેયરડેવિલ્સે ન માત્ર તેવર બદલ્યા છે પરંતુ આ ટીમે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે. IPL-12મા આ ટીમ હવે દિલ્હી કેપિટલ્સના નવા નામ સાથે મેદાનમાં ઉતરશે. ટીમના નવા નામની જાહેરાત દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં દિલ્હી ફ્રેન્ચાઇઝીના માલિક GMR ગ્રુપે કરી હતી.
અહીંથી આવ્યો વિચાર
આઈપીએલ ટીમ દિલ્હીનું નવુ નામ દિલ્હી કેપિટલ્સ, અમેરિકાની બાસ્કેટબોલ લીગની ટીમથી પ્રેરિત છે. અમેરિકામાં એક આઇસ હોકી ટીમનું નામ વોશિંગ્ટન કેપિટલ્સ છે, જે નેશનલ હોકી ગીલમાં રમે છે.
Delhi Daredevils have been renamed to Delhi Capitals ahead of the upcoming #IPL pic.twitter.com/Ikrv7eTHgO
— Rahul Sadhu (@RahulSadhu009) December 4, 2018
દિલ્હીની ટીમનું નામ બદલવાનો JSW સ્પોર્ટ્સનો પોતાનો વિચાર છે. આ ગ્રુપે વર્ષની શરૂઆતમાં ISLમા બેંગલુરૂ FC ટીમમાં 50 ટકા ભાગીદારી પણ ખરીદી છે. ટીમ સંબંધિત તમામ નિર્ણય JSW ગ્રુપના ડાયરેક્ટર પાર્થ જિંદલ લે છે.
નવા નામથી બદલશે કિસ્મત
આઈપીએલની સાથે દિલ્હીની ફ્રેન્ચાઇઝી શરૂઆતથી જોડાયેલી છે. પરંતુ આ ટીમ અત્યાર સુધી એકપણ વખત ટાઇટલ જીતી શકી નથી. આશા રાખવામાં આવી રહી છે કે, નવું નામ અને નવા તેવરની સાથે IPL12મા આ ટીમ મેદાન પર હશે તો લગભગ તેનું નસીબ પણ બદલાય જાય.
IPL 2019: 18 ડિસેમ્બરે જયપુરમાં હરાજી, જાણો તેની સાથે જોડાયેલા તમામ Facts
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે