Home> Sports
Advertisement
Prev
Next

Watch Video: મેદાન પર જ બાખડી પડ્યા આ બે ભારતીય ખેલાડી, એક તો ગુજરાત ટાઈટન્સનો

MI vs GT Match: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2023ની અડધી સીઝન વીતી ચૂકી છે. ક્રિકેટ ફેન્સનો આ  ટુર્નામેન્ટ માટે હંમેશા ખુબ ઉત્સાહ રહે છે. આ સીઝનમાં પણ આવો જ રોમાન્ચ જોવા મળી રહ્યો છે. એકથી એક ચડિયાતા રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને દર્શકો દંગ રહી ગયા.

Watch Video: મેદાન પર જ બાખડી પડ્યા આ બે ભારતીય ખેલાડી, એક તો ગુજરાત ટાઈટન્સનો

MI vs GT Match: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2023ની અડધી સીઝન વીતી ચૂકી છે. ક્રિકેટ ફેન્સનો આ  ટુર્નામેન્ટ માટે હંમેશા ખુબ ઉત્સાહ રહે છે. આ સીઝનમાં પણ આવો જ રોમાન્ચ જોવા મળી રહ્યો છે. એકથી એક ચડિયાતા રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને દર્શકો દંગ રહી ગયા. જેમાં બે ભારતીય ખેલાડીઓ મેદાન પર જ એકબીજાને થપ્પડ મારી રહ્યા છે. 

fallbacks

આઈપીએલ 2023ની 35મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે મુંબઈને 55 રનથી હરાવી દીધુ. હવે આ મેચ રમાઈ તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ગુજરાત ટાઈટન્સના બેટર શુભમન ગીલ અને મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર ઈશાન કિશન પરસ્પર હાથાપાઈ કરતા જોવા મળે છે. બંને એકબીજાને લાફાવાળી કરી રહ્યા છે. જો કે તમને જણાવી દઈએ કે આ બધુ મજાક મસ્તીમાં થઈ રહ્યું છે. આ વીડિયો મેચ પહેલાનો છે. મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયો હતો. 

ગુજરાતે જીતી હતી મેચ
આઈપીએલ 2023ની 25 એપ્રિલે રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સનો આમનો સામનો થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઘરેલુ ટીમ ગુજરાતે મુંબઈને 55 રનથી  હરાવીને ટુર્નામેન્ટની પાંચમી જીત નોંધાવી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 207 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વિકેટ પર 152 રન જ કરી શકી. 

આ મેચમાં ગિલે કમાલની બેટિંગ કરી હતી. ગિલે મહત્વના 56 રન કર્યા હતા. ત્યારબાદ અભિનવ મનોહરે પણ આકર્ષક ઈનિંગ રમતા 42 રન અને ડેવિડ મિલરે 46 રનની ઈનિંગ રમી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More