Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 : 'લાઈવ ફિક્સિંગ...' ઈશાન કિશન વાઈડ બોલ પર આઉટ, અમ્પાયરે અપીલ વિના જ ઉંચી કરી દીધી આંગળી

SRH vs MI : IPL 2025માં જોરદાર રોમાંચ જોવા મળી રહ્યો છે, તમામ ટીમો પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન ફિક્સિંગની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં ઈશાન કિશનની વિકેટને લઈને વિવાદ ઉભો થયો છે. 
 

IPL 2025 : 'લાઈવ ફિક્સિંગ...' ઈશાન કિશન વાઈડ બોલ પર આઉટ, અમ્પાયરે અપીલ વિના જ ઉંચી કરી દીધી આંગળી

SRH vs MI : IPL 2025માં 24 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં એક વિચિત્ર ઘટના બની. ઇશાન કિશન ફરી એકવાર સસ્તામાં આઉટ થયો હતો. ઈશાન કિશન વાઈડ બોલ પર આઉટ થયો હતો. કોઈએ અપીલ ના કરી હોવા છતાં અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. 

fallbacks

મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જેવા વિસ્ફોટક બેટ્સમેન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હોવાથી શરૂઆત અપેક્ષા મુજબની હતી. આ પછી, સ્કોરબોર્ડ ચલાવવાની જવાબદારી આ સિઝનની સદી બનાવનાર ઈશાન કિશન પર આવી ગઈ. પરંતુ દીપક ચહરની ઓવર દરમિયાન લાઈવ મેચમાં કંઈક એવું થયું જેણે હલચલ મચાવી દીધી. ઇશાન કિશને વાઇડ બોલ પર પોતાની વિકેટ આપી દીધી હતી.

 

અમ્પાયરે કોઈપણ પ્રકારની અપીલ વિના આઉટ આપ્યો

ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર દીપક ચહરે ઇશાનને લેગ સાઇડ ડિલિવરી ફેંકી, તે બેટની નજીકથી પસાર થઈ. વિકેટકીપર અને ચહરે અપીલ કરી નહોતી પરંતુ અમ્પાયરે તેના માટે અડધી આંગળી ઉંચી કરી હતી. અમ્પાયરની પ્રતિક્રિયા જોઈને દીપક ચાહરે અપીલ કરી અને ઈશાન કિશન ચાલવા લાગ્યો હતો. તેણે રિવ્યુ પણ ન લીધો અને બાદમાં જોવા મળ્યું કે તે વાઈડ બોલ હતો. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

ચાહકોએ કહ્યું કે આ ફિક્સિંગ છે

આ વીડિયો પર ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'આને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું, આ એકદમ ફિક્સિંગ છે.' આવી જ અનેક પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મુંબઈના ખેલાડીઓ આ વિકેટનો કોઈ અંસાર જ નહોતો, પરંતુ બાદમાં ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યાએ ઈશાનના શાબાશી આપી હતી, જે બાદ ઈશાન પણ ફેન્સના રડાર પર આવી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More