ISIS Terrorists Attack threat for IND vs PAK Match: હાલ સૌની નજર 9 જૂનના રોજ રમાનારી ભારત પાકિસ્તાન મેચ પર છે. આઈસીસી T20 વર્લ્ડકપમાં રમાનારી આ મેચ પહેલા મોટું સંકટ આવ્યું છે. ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી મેચ પહેલા આતંકી હુમલાની ધમકીનું ટેન્શન વધ્યું છે. આ પહેલા આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. તેથી ન્યૂયોર્કની ગર્વનર કૈથી હોચુલે રાજ્યની પોલીસને સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત બનાવવા માટે આદેશ કર્યો છે. કાઉન્ટીના પ્રમુખ બ્રુસ બ્લેકમેને કહ્યું કે, અમે તમામ સ્થિતિઓ પર નજર રાખી રહ્યાં છે.
આતંકી સંગઠન ઈસ્લામિક (IS) એ આગામી મહિનામાં ન્યૂયોર્કમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમારી ટી-20 વર્લ્ડ કપ મેચ માટે હુમલાની ધમકી આપી છે. તેને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કના અધિકારીઓએ બુધવારે કહ્યું કે, અમે સુરક્ષા વધારી દીધી છે.
All Eyes on Rafah : રફાહમાં એવુ તો શુ થયું છે કે, આખી દુનિયા તેની જ ચર્ચા કરી રહી છે
પોલીસે વધારી સુરક્ષા
ન્યૂયોર્કની ગર્વનર કૈથી હોચુલે કહ્યું કે, તેમણે રાજ્યની પોલીસને સુરક્ષા વધારવા માટે આદેશ કર્યો છે. જેના માટે પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારી દેવાઈ છે. તપાસ સઘન કરાયું છે. મેચનું આયોજન ન્યૂયોર્ક શહેરના નાસાઉ કાઉન્ટીમાં થશે.
IS એ પોસ્ટ કરી હતી તસવીર
ઉલ્લેખનીય છે કે, આઈએસએ બ્રિટિશ ચેટ સાઈટ પર નાઉસ કાઉન્ટીના આઈજનહાવર પાર્ક સ્થિત ક્રિકેટ સ્ટેડિયમની એક તસવીર પોસ્ટ કરી હતી, જેના પર ડ્રોન ઉડી રહ્યાં હતા. જેમાં 9/06/2024 તારીખનો ઉલ્લેખ કરાયો છે, જે ભારત-પાકિસ્તાન મેચની તારીખ છે.
ગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : હવામાન વિભાગે કરી ધૂળની આંધીની આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે