નવી દિલ્હી: સપના તો દરેક લોકો જોઇવે છે પરંતુ તે લોકો નસિબદાર હોય છે કે, જેમના સપના પૂરા થાય છે. ટેનિસ સ્ટાર રોજર ફેડરરે તેમની ફેન્સને સરપ્રાઇઝ આપવા આવું જ એક સપનું પુર્ણ કર્યું. ફેડરર છત પર ટેનિસ રમી ઇન્ટરનેટ સેન્સેશન બનેલી બે છોકરીઓથી અચાનક મળવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો:- વિરાટ કોહલીની ધરપકડને લઇને મદ્રાસ હાઇકોર્ટમાં અરજી દાખલ, જાણો સમગ્ર મામલો
તાજેતરમાં ઇટાલીની બે છોકરીઓ કેરોલા અને વિટોરિયાનો છત પર ટેનિસ રમતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. જોત જોતામાં આ બંને છોકરીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. વીડિયો તે સમયે વાયરલ થયો હતો જ્યારે કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયા ઘરમાં કેજ રહેવા પર મજબૂર થઇ ગઇ હતી.
વિટોરિયા (13) અને કેરોલા (11)નું કહેવું છે કે, લોકડાઉન દરમિયાન, તેમણે એક છત અને બીજી છત વચ્ચે ટેનિસ રમવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે અમને ખબર નથી કે આ વીડિયો વાયરલ થશે.
આ પણ વાંચો:- IPL ચીયર્સલીડર્સે કર્યાં એવા ખુલાસા કે, કોઈ જવાની હિંમત પણ ન કરે
કેરોલા અને વિટોરિયા મીડિયા સાથે વાત કરી રહી હતી અને તેમના સપનાનો ઉલ્લેખ કરી રહી હતી કે, તે ટેનિસ સ્ટાર રોજર ફેડરરની સાથે રમવા માગે છે. કેરોલે કહ્યું કે, મારા પ્રિય ટેનિસ સ્ટાર ફેડરર છે. મને પંસદ છે કે તે ટેનિસ કોર્ટમાં કેવું રમે છે. તેઓ હમેશાં એકાગ્રચિત્ત રહે છે જો હું તેમને મળવા જઉં, તો હું તમને જોઇને ઉછળી પડીશ. હું મારા હાથમાં તેમનો ઓટોગ્રાફ લઇશ.
કેરોલા અને વિટોરિયા મીડિયા સાથે વાત કરી રહ્યાં હતા કે, ધીમેથી એક શખ્સની એન્ટ્રી થઇ. આ બીજુ કોઇ નહીં પરંતુ ટેનિસ સ્ટાર રોજર ફેડરર હતા. ફેડરર ના માત્ર બે છોકરીઓની સાથે સેલ્ફી લીધી, પરંતુ રૂફટોપ પર ટેનિસ પર રમ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે