Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટર જેમ્સ ફોકનરે 29માં જન્મદિવસ પર ફોટો શેર કરી લખ્યું, 'આ છે મારો બોયફ્રેન્ડ'

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર જેમ્સ ફોકનરે સોમવારે પોતાના 29માં જન્મદિવસની ઉજવણી કરી હતી. પોતાના જન્મદિવસ દરમિયાન તેણે એક મોટી જાહેરાત કરી છે. તેણે આ દરમિયાન પોતાના બોયફ્રેન્ડનો ખુલાસો કર્યો છે. 
 

ક્રિકેટર જેમ્સ ફોકનરે 29માં જન્મદિવસ પર ફોટો શેર કરી લખ્યું, 'આ છે મારો બોયફ્રેન્ડ'

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર જેમ્સ ફોકનર (James Faulkner)એ સોમવારે પોતાના 29માં જન્મદિવસની ઉજવણી કરી હતી. પોતાના જન્મદિવસ દરમિયાન તેણે એક મોટી જાહેરાત કરી છે. તેણે આ દરમિયાન પોતાના બોયફ્રેન્ડનો પણ ખુલાસો કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાના જન્મદિવસની પોસ્ટમાં એક ફોટો શેર કર્યો જેમાં તે પોતાની માતા અને પોતાના બોયફ્રેન્ડ રોબ જુબ (Rob Jubbsta)ની સાથે જોવા મળી રહ્યો છે. ફોકનરે પોતાની પોસ્ટમાં લખ્યું, બંન્ને લગભગ છેલ્લા પાંચ વર્ષથી સાથે છે. 

fallbacks

સમલૈંગિક રિલેસનશિપનો ખુલાસો કરનાર તે પ્રથમ ક્રિકેટર નથી. ઓસ્ટ્રેલિયામાં સંસદે 2017માં મેરેજ એક્ટમાં સંશોધન કરીને સમલૈંગિક વિવાદની મંજૂરી આપી હતી. ત્યારથી ઘણા ક્રિકટરોએ પોતાના પાર્ટનરનો ખુલાસો કરતા લગ્ન કર્યા છે. એવું લાગી રહ્યું છે કે ફોકનર પણ જલ્દી લગ્ન કરશે. પોતાના જન્મદિવસ પર પોતાના પ્રિયજનોની સાથે દિવસ પસાર કરીને ફોકનર ખુબ ખુશ જોવા મળ્યો હતો. તેણે પોતાની માતા અને બોયફ્રેન્ડ રોબ જુબની સાથે ડિનર કર્યું અને તેનો એક ફોટો પણ શેર કર્યો હતો. 

હજુ થોડા દિવસ પહેલા ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ખેલાડી હેલે જેનસને મેલબોર્ન સ્ટાર્ટ ટીમની પોતાની પૂર્વ સાથે અને ઓસ્ટ્રેલિયાની ખેલાડી નિકોલા બેનકોકની સાથે સમલૈંગિક લગ્ન કર્યા હતા. બિગ બેશ લીગ મેલબોર્ન સ્ટાર્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ લગ્ન વિશે જાણકારી આપી હતી. લીગે બંન્ને ખેલાડીઓને સફલ લગ્ન જીવનની શુભકામના પણ આપી હતી. 

fallbacks

બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ માટે શરૂઆતી બે સિઝનમાં રમનારી ઓલરાઉન્ડ જેનસન ત્રીજી સિઝનમાં મેલબોર્ન રેનેગેડ્સ માટે રમી હતી. બીજી તરફ હેનકોક હજુ પણ ટીમ ગ્રીનની નામથી જાણીતી આ ટીમ માટે બીબીએલમાં રમી રહી છે. 

વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More