Home> Sports
Advertisement
Prev
Next

WTC Final પહેલા પત્ની સંજના ગણેશને લીધો બુમરાહનો ઈન્ટરવ્યૂ, જવાબ આવતી વખતે શરમાઈ ગયો ભારતીય બોલર

ફાઇનલ મેચ પહેલા જસપ્રીત બુમરાહનું તેની પત્ની સંજના ગણેશને એક ઈન્ટરવ્યૂ લીધું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

WTC Final પહેલા પત્ની સંજના ગણેશને લીધો બુમરાહનો ઈન્ટરવ્યૂ, જવાબ આવતી વખતે શરમાઈ ગયો ભારતીય બોલર

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના  (Team India) ક્રિકેટર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પત્ની સંજના ગણેશન (Sanjana Ganesan) લગ્ન બાદ પ્રથમવાર વિદેશ પ્રવાસે છે. આ સેલિબ્રિટી કપલ હાલ ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં હાજર છે. જ્યાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (ICC World Test Championship Final) રમાવાની છે. 

fallbacks

ફાઇનલ મેચ પહેલા જસપ્રીત બુમરાહનું તેની પત્ની સંજના ગણેશને એક ઈન્ટરવ્યૂ લીધું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

પત્નીએ લીધુ બુમરાહનું ઈન્ટરવ્યૂ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલા જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન ખેલાડીઓના ઇન્ટરવ્યૂ લઈ રહી છે. તેવામાં તેણે બુમરાહનું ઈન્ટરવ્યૂ પણ લેવું પડ્યું. 

આઈસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર બુમરાહનું પત્ની સંજના ગણેશન સાથે ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કર્યો છે. આ ઇન્ટરવ્યૂમાં સંજના ગણેશન પોતાના પતિ જસપ્રીત બુમરાહને તસવીરો દ્વારા તેની જિંદગીની યાદોને બીજીવાર યાદ કરવાની તક આપે છે. 

આ પણ વાંચોઃ WTC Final: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે ભારત અને ન્યૂઝીલેન્ડ

ઇન્ટરવ્યૂ દરમિયાન મસ્તી કરતા જોવા મળ્યા બુમરાહ-સંજન
આ ઇન્ટરવ્યૂમાં જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનને મસ્તી કરતા જોઈ શકાય છે. પરંતુ સંજના ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રોફેશનલ રીતે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે, જે ફેન્સને ખુબ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર પતિ-પત્નીની જુગલબંધીનો ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે. 

કામથી ઈંગ્લેન્ડ ગઈ છે સંજના
મહત્વનું છે કે સંજના આ સમયે ઈંગ્લેન્ડમાં હાજર છે. સંજના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચની બ્રોડકાસ્ટિંગ ટીમનો ભાગ છે. આ મુકાબલા દરમિયાન તે એન્કરિંગ કરતી જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More