Jasprit Bumrah-Mahela Jayawardene : મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025ની ક્વોલિફાયર-2માં પ્રવેશ કરી લીધો છે. MIએ એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું. આ એક હાઇ-સ્કોરિંગ મેચ હતી. મુંબઈએ 228 રન બનાવ્યા હતા અને ગુજરાત 220 રન જ બનાવી શક્યું હતું. એક સમયે ગુજરાત પ્રભુત્વ જમાવતું લાગતું હતું પરંતુ MIના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 'ટબલશૂટર' બન્યો. તેણે મુંબઈને વોશિંગ્ટન સુંદરની કિંમતી વિકેટ આપી, જેના પછી GT મેચમાં પાછળ પડવા લાગ્યું. જો કે, મેચ દરમિયાન બુમરાહ બાઉન્ડ્રી પર મુખ્ય કોચ મહેલા જયવર્ધનેનું 'જ્ઞાન' સહન કરી શક્યો નહીં. તેણે કોચને શાંત રહેવા માટે ઈશારામાં સમજાવ્યું. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જયવર્ધને 13મી ઓવર દરમિયાન બુમરાહને કેટલીક સૂચનાઓ આપવાનો પ્રયાસ કર્યો. બુમરાહ તે સમયે બાઉન્ડ્રી નજીક ફિલ્ડિંગ કરી રહ્યો હતો. બુમરાહ કોચની વાત સાથે સહમત નહોતો. તણે કોચને ઈશારામાં જે સમજાવ્યું તે કોમેન્ટેટર જતીન સપ્રુએ શબ્દોમાં વ્યક્ત કર્યું. સપ્રુએ કહ્યું, "બુમરાહ કહી રહ્યો છે કે હું મારું કામ સારી રીતે જાણું છું. હું છુંને, તમે થોડા શાંત રહો. મને એક તક આપો." જ્યારે બુમરાહ 14મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો, ત્યારે તેણે સુંદરને યોર્કર બોલ ફેંક્યો અને MIને મોટી રાહત આપી. સુંદર 24 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 48 રનની ઇનિંગ રમીને આઉટ થયો.
— Nihari Korma (@NihariVsKorma) May 31, 2025
Two moments of brilliance ⚡️
Were these two the defining moments of the #Eliminator? 🤔
Scorecard ▶ https://t.co/R4RTzjQfph#TATAIPL | #GTvMI | #TheLastMile | @mipaltan pic.twitter.com/7hDL0s5Mye
— IndianPremierLeague (@IPL) May 30, 2025
બુમરાહએ એલિમિનેટરમાં સારી બોલિંગ કરી. તેણે 4 ઓવરના સ્પેલમાં માત્ર 27 રન આપીને મહત્વપૂર્ણ વિકેટ લીધી. સુદર્શન 16મી ઓવરમાં રિચાર્ડ ગ્લીસનનો શિકાર બન્યો. સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે બોલ્ડ થયો. ગુજરાતે 16મી ઓવર સુધી મેચ પોતાના નિયંત્રણમાંથી બહાર ન જવા દીધી પરંતુ સુદર્શનની વિકેટ બાદ મુંબઈએ પકડ મજબૂત કરી. ગુજરાતને છેલ્લી બે ઓવરમાં 36 રનની જરૂર હતી અને બે આક્રમક બેટ્સમેન રાહુલ તેવતિયા અને રુધરફોર્ડ ક્રીઝ પર હતા. છેલ્લી ઓવરમાં 24 રનની જરૂર હતી, જે ગુજરાત કરી શક્યું નહીં અને હારનો સામનો કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે