Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ માટે વર્ષ 2024 યાદગાર રહ્યું છે. આ વર્ષે તેણે ટીમ ઈન્ડિયામાં માત્ર અમૂલ્ય યોગદાન જ નથી આપ્યું, પરંતુ ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. તાજેતરમાં જ બુમરાહને ICC 'ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર'નો એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે બુમરાહને સર 'ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી' પણ આપવામાં આવશે, જે ICC દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરને આપવામાં આવતું સન્માન છે. આ ખિતાબ જીતનાર તે 5મો ભારતીય ખેલાડી હશે.
ICCની શ્રેષ્ઠ ટીમમાં પણ એન્ટ્રી
ICCએ હાલમાં જ વર્ષની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની પસંદગી કરી હતી. બુમરાહનું નામ પ્લેઈંગ ઈલેવનમાં હતું. ICCએ તેમની રજૂઆતમાં બુમરાહ વિશે જણાવ્યું હતું કે, 'જસપ્રિત બુમરાહને ICC એવોર્ડ્સમાં વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર માટે સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં તેણે ટેસ્ટ અને મર્યાદિત ઓવરના ફોર્મેટમાં વિરોધી ટીમો પર દબાણ જાળવી રાખ્યું હતું.
કર્મચારીઓ માટે ખુશખબર, 4 દિવસ કામ કરો અને 3 દિવસ મોજ; આ કંપનીઓએ લીધો મોટો નિર્ણય
An unforgettable year for the irrepressible Jasprit Bumrah, who claims the Sir Garfield Sobers Trophy for 2024 ICC Men's Cricketer of the Year 🙌 pic.twitter.com/zxfRwuJeRy
— ICC (@ICC) January 28, 2025
7 વર્ષ પછી આવ્યું ભારતીયનું નામ
ICCના આ એવોર્ડ માટે 7 વર્ષ બાદ કોઈ ભારતીયનું નામ આવ્યું છે. ગત વખતે વિરાટ કોહલીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. રાહુલ દ્રવિડ (2004), સચિન તેંડુલકર (2010), રવિચંદ્રન અશ્વિન (2016) અને વિરાટ કોહલી (2017 અને 2018)ને આ એવોર્ડ મળ્યો છે.
રિલેશનશિપ માટે જરૂરી છે આ જૂઠ, એકવાર કરો ટ્રાય, જિંદગીભરની થઈ જશે શાંતિ!
રેન્કિંગમાં બુમરાહે રચ્યો ઈતિહાસ
ICCએ બુમરાહના વખાણ કરતા કહ્યું કે, 'બુમરાહની કુશળતાની ઝલક ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં મળે છે જેમાં તેણે 900 પોઈન્ટનો આંકડો પાર કર્યો. વર્ષના અંતે તેમના નામે 907 પોઈન્ટ હતા, જે રેન્કિંગના ઈતિહાસમાં કોઈપણ ભારતીય બોલર માટે સૌથી વધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે