Home> Sports
Advertisement
Prev
Next

જેમિમા અને હર્લિને હરમનપ્રીત માટે બનાવ્યું રેપ સોન્ગ, સોશિયલ મીડિયા પર વાયરલ

જેમિમાહ, હર્લિને હરમનપ્રીતની 100મી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ માટે એક ખાસ રેપ સોન્ગ બનાવ્યું છે. 

જેમિમા અને હર્લિને હરમનપ્રીત માટે બનાવ્યું રેપ સોન્ગ, સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી જેમિમા રોડ્રિગેજ અને હર્લિન દેયોલે પોતાની ટીમની સાથી હરમનપ્રીત કૌરે 100 T20 આંતરરાષ્ટ્રીય મેચ પૂરી કરવા પર તેના માટે વિશેષ રેપ સોન્ગ બનાવ્યું છે. રોડ્રિગેજે રવિવારે પોતાના ટ્વીટર પર એક વીડિયો અપલોડ કર્યો, જેમાં તેની સાથે હર્લિન પણ છે. આ વીડિયોમાં આ બંન્ને પોતાની ટીમની ટી20 કેપ્ટન માટે રેપ સોન્ગ ગાઈ રહી છે. 

fallbacks

રોડ્રિગેજે ટ્વીટ કર્યું, '100મી ટી20 મેચ માટે શુભેચ્છા હરમનપ્રીત કૌર. તમારા માટે બિગ હેરી તરફથી વિશેષ ભેટ.' ભારતીય મહિલા ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીતે આ વીડિયોને લાઇક કર્યો અને પોતાની ટીમની સાથીઓનો આભાર માન્યો છે. 

કેપ્ટને કહ્યું, 'આભાર નાની બહેનો. તમે મારા માટે આ બધુ કર્યું, આ મારા માટે સન્માનની વાત છે.' પાછલા શુક્રવારે હરમનપ્રીત ટી20મા 100 મેચ રમનારી ભારતની પ્રથમ ખેલાડી (પુરૂષ અને મહિલા મળીને) બની હતી. આફ્રિકા વિરુદ્ધ સુરતમાં રમાયેલી છઠ્ઠી અને અંતિમ ટી20 મેચમાં 30 વર્ષની હરમનપ્રીતને સ્પેશિયલ કેપ આપીને સન્માનિત કરવામાં આવી હતી. 

વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More