Home> Sports
Advertisement
Prev
Next

ENG vs IND: લોર્ડ્સમાં રૂટની શાનદાર સદી, તોડી દીધા અનેક રેકોર્ડ, દિગ્ગજોને છોડ્યા પાછળ

Joe Root: જો રૂટે લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે સદી પૂરી કરી હતી. જો રૂટ 104 રન બનાવી જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં 37મી સદી સાથે રૂટે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.

ENG vs IND: લોર્ડ્સમાં રૂટની શાનદાર સદી, તોડી દીધા અનેક રેકોર્ડ, દિગ્ગજોને છોડ્યા પાછળ

Joe Root Test Century: ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટર જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સદી ફટકારી દીધી છે. લોર્ડ્સ ટેસ્ટમાં પ્રથમ દિવસે 99 રને અણનમ જો રૂટે બીજા દિવસે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારી પોતાની સદી પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સદી સાથે જો રૂટે ઘણા રેકોર્ડ પણ તોડી દીધા છે. 

fallbacks

જો રૂટની 37મી ટેસ્ટ સદી
જો રૂટે આ સદી સાથે ઘણા ખેલાડીઓને પાછળ છોડવાનું કામ કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટની આ 37મી સદી છે. ભારતના રાહુલ દ્રવિડ અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં 36 સદી ફટકારી છે. આ બંને ખેલાડીઓનો રેકોર્ડ જો રૂટે તોડી દીધો છે. જો વાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કરવામાં આવે તો તેણે માહેલા જયવર્ધનેને પાછળ છોડ્યો છે અને આફ્રિકાના હાશિમ અમલાની બરોબરી કરી છે.

આ પણ વાંચોઃ W, W, W, W, W.... પાંચ બોલમાં 5 વિકેટ લઈ આ બોલરે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

જો રૂટની આ 55મી આંતરરાષ્ટ્રીય સદી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એટલે કે ટેસ્ટ, વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીયની વાત થઈ રહી છે. આમ તો સચિન તેંડુલકર 100 સદી સાથે આ લિ્ટમાં નંબર વન છે. શ્રીલંકાના માહેલા જયવર્ધનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 54 સદી ફટકારી હતી, હવે તે રૂટથી પાછળ રહી ગયો છે. તો હાશિમ અમલાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 55 સદી છે, જેની રૂટે બરોબરી કરી છે.

ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનો જલવો
જો રૂટે અત્યાર સુધી 156 ટેસ્ટ મેચ રમી 13 હજારથી વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકર 15921 રન સાથે આ સમયે નંબર વન છે. પરંતુ જો રૂટ જલ્દી રિકી પોન્ટિંગ, જેક કાલિસ અને રાહુલ દ્રવિડને પાછળ છોડી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટરની વાત કરીએ તો રૂટ અત્યારે પાંચમાં સ્થાને છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More