નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ સામે આવી ગયું છે. રાજ્યમાં પ્રથમવાર આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીની આ મહા જીતની સાથે ઈંગ્લેન્ડનો ક્રિકેટર જોફ્રા આર્ચર પણ ચર્ચામાં આવી ગયો છે. આર્ચરનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યુ છે. આર્ચરે ફેબ્રુઆરી 2022માં એક ટ્વીટ કર્યુ હતું. તેમાં તેણે માત્ર સ્વીપ શબ્દ લખ્યો હતો. આ ટ્વીટને શેર કરતા આમ આદમી પાર્ટીએ તેના પર રસપ્રદ જવાબ આપ્યો છે, ત્યારબાદ આર્ચરનું ટ્વીટ ચર્ચામાં આવી ગયું છે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ આ વખતે પંજાબની ચૂંટણી લડી અને મોટી જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ 117માંથી 92 સીટ મેળવી છે. આ જીત બાદ આપે આર્ચરના એક ટ્વીટને રી-ટ્વીટ કરતા 'યસ' લખ્યું. આ ટ્વીટ બાદ ફરી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું આર્ચરે આમ આદમી પાર્ટીની જીતની ભવિષ્યવાણી પહેલાથી કરી દીધી છે.
YES! 😎 #AAPSweepsPunjab https://t.co/MAD1Wxzca0
— AAP (@AamAadmiParty) March 10, 2022
इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022
આ પહેલાં પણ ઘણીવાર આર્ચરના ટ્વીટ વાયરલ થઈ ચુક્યા છે. હાલમાં તેનું રશિયાને લઈને એક ટ્વીટ વાયરલ થયું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આર્ચરનું આ ટ્વીટ છવાયેલું રહ્યું હતું.
Come on russia!
— Jofra Archer (@JofraArcher) June 22, 2014
મહત્વનું છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપને 92 લીટો મળી છે. તેણે લઈને કેજરીવાલે પંજાબના લોકોનો આભાર માન્યો છે. કેજરીવાલે કહ્યુ કે, પંજાબમાં અનેક મોટા નેતા ચૂંટણી હારી ગયા છે. આ સામાન્ય જનતાની જીત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે