Home> Sports
Advertisement
Prev
Next

આ દિગ્ગજ ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત, ટૂંક સમયમાં પ્રિયંકા ચોપરા સાથે કરશે બ્લોકબસ્ટર ફિલ્મ

WWE સુપરસ્ટાર જોન સીના 2025માં કુસ્તીમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે.  સીના ટૂંક સમયમાં પ્રિયંકા ચોપરા સાથે એક નવી ફિલ્મમાં જોવા મળશે. તેણે કહ્યું છે કે હવે તેની પ્રાથમિકતા તેની પત્ની શાય શરિયાઝાદેહ છે. 

આ દિગ્ગજ ખેલાડીએ કરી નિવૃત્તિની જાહેરાત, ટૂંક સમયમાં પ્રિયંકા ચોપરા સાથે કરશે બ્લોકબસ્ટર ફિલ્મ

John Cena Retirement : WWE રિંગમાં પોતાના પાવરફુલ મૂવ્સ અને મજબૂત વ્યક્તિત્વથી લાખો ચાહકોના દિલ જીતનારા જોન સીનાએ એક મોટો નિર્ણય લીધો છે. સીનાએ સ્પષ્ટ કર્યું છે કે હવે તેના જીવનમાં પ્રાથમિકતા તેની પત્ની છે, કુસ્તી કે હોલીવુડ કારકિર્દી નહીં. તેના ચાહકોને આશ્ચર્યચકિત કરતા તેણે કહ્યું છે કે 2025 WWEમાં કુસ્તીબાજ તરીકે તેનું છેલ્લું વર્ષ હશે.

fallbacks

પોતાની પત્નીને પોતાની પ્રાથમિકતા ગણાવી

એક ઇન્ટરવ્યુ દરમિયાન, જોન સીનાએ કહ્યું કે તેના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તેની પત્ની શાય શરિયાતઝાદેહ છે. સીનાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું, "મારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ મારી પત્ની છે. તે મારી પ્રાથમિકતા છે. તે પછી મારું સ્વાસ્થ્ય મારા માટે મહત્વપૂર્ણ છે, જેથી હું તેના માટે એક સારો જીવનસાથી બની શકું."

જોન સીનાએ આ નિવેદન એવા સમયે આપ્યું જ્યારે તે પોતાની WWE કારકિર્દીને અલવિદા કહેવાની તૈયારી કરી રહ્યો છે. જોકે, તેણે એમ પણ કહ્યું કે તે ક્યારેય WWEને સંપૂર્ણપણે છોડશે નહીં અને જ્યાં સુધી WWE ઈચ્છશે ત્યાં સુધી તે ચોક્કસપણે આ રમત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા રહેશે.

ભારતીય ટીમ બદલશે કેપ્ટન ? જાણો ક્યારે લઈ શકાય છે મોટો નિર્ણય

WWE સાથે સંબંધ ગુડબાય કહ્યા પછી પણ રહેશે

આ ઇન્ટરવ્યુ દરમિયાન, જોન સીનાએ કહ્યું, "WWEમાં રેસલર તરીકે આ મારું છેલ્લું વર્ષ છે કારણ કે આ પછી હું કુસ્તીને ગુડબાય કહીશ. હવે આપણે અડધા રસ્તે છીએ અને હું મારી ઇન-રિંગ કારકિર્દીનો આદર સાથે અંત લાવવા માંગુ છું. હું હંમેશા WWEનો ભાગ રહીશ. એક રાજદૂતની જેમ, એક પરિવારની જેમ." 20 વર્ષથી વધુ સમય સુધી WWEની દુનિયા પર રાજ કરનારા જોન સીના માટે આ નિર્ણય સરળ નહોતો, પરંતુ હવે તે પોતાના અંગત જીવનને પ્રાથમિકતા આપવા માંગે છે.

હવે તે હોલીવુડમાં જોવા મળશે, પ્રિયંકા સાથે નવી ફિલ્મ

જોન સીનાનું રિંગની બહારનું કરિયર પણ કોઈ સુપરસ્ટારથી ઓછું રહ્યું નથી. તેની આગામી ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ' 2 જુલાઈના રોજ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થવા જઈ રહી છે. આ એક્શન-કોમેડી ફિલ્મમાં, સીના, પ્રિયંકા ચોપરા જોનાસ અને ઇદ્રિસ એલ્બા જેવા કલાકારો સાથે જોવા મળશે. ઇલ્યા નૈશુલર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં પેડી કોન્સિડાઇન, સ્ટીફન રૂટ, કાર્લા ગુગિનો, જેક ક્વેઇડ અને સારાહ નાઇલ્સ પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More