Home> Sports
Advertisement
Prev
Next

જોસ બટલરે ટેસ્ટ ટીમમાં વાપસીનો શ્રેય આઈપીએલને આપ્યો

આઈપીએલ-2018માં જોસ બટલરે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

જોસ બટલરે ટેસ્ટ ટીમમાં વાપસીનો શ્રેય આઈપીએલને આપ્યો

લંડનઃ ઈંગ્લેન્ડના જોસ બટલરે ટેસ્ટ ટીમમાં વાપસીનો શ્રેય ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને આપતા કહ્યું કે, ત્યાંથી મળેલા આત્મવિશ્વાસનો ફાયદો તેને ઈંગ્લેન્ડમાં રન બનાવવામાં મળ્યો. 

fallbacks

બટલરે પાકિસ્તાન વિરુદ્ધ લોર્ડસ પર પ્રથમ ટેસ્ટમાં 67 રન બનાવ્યા હતા, ત્યારબાદ લીડ્સમાં અણનમ 80 રન ફટકાર્યા. જાન્યુઆરીથી ફર્સ્ટ ક્લાસ સદી ન બનાવી શકનાર બટલરની પાકિસ્તાન સામેની શ્રેણી માટે થયેલી પસંદગી ચોંકાવનારી હતી. 

બટલરે કહ્યું, આઈપીએલથી મારો આત્મવિશ્વાસ ઘણો વધ્યો. ભારતમાં આ પ્રકારના દબાણની સ્થિતિમાં આટલા બધા દર્શકો સામે રમવું. તેનાથી મને ખ્યાલ આવ્યો કે હું ક્યાં છું અને ક્યાં જઈ શકું છું. તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. 

તેણે કહ્યું, મારા માટે સફળતાનો મૂળમંત્ર છે કે, પોતાના પર ભાર લીધા વગર ખુલીને રમવું. હવે હું ટેસ્ટમાં પણ આમ વિચારુ છું. બાહરી તત્વો વિશે વિચારતો નથી અને મારૂ ધ્યાન મારી રમત પર આપુ છું. 

તેણે કહ્યું, ટી-20 મેચ સતત યોજાઇ છે, તેથી તમને ખ્યાલ હોઈ છે કે બીજો મોકો મળશે. એક નિષ્ફળતા બાદ તમે સફળ થઈ શકો છો પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં આમ થતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More