નવી દિલ્હીઃ Axar Patel Marriage: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ મહિને રમાનારી ઘરેલૂ વનડે અને ટી20 સિરીઝથી કેએલ રાહુલ (KL Rahul) ની સાથે-સાથે ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) એ પણ ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે રજા લીદી છે. જેમ કેએલ રાહુલના લગ્નની ચર્ચા છે તેમ અક્ષર પટેલ પણ આ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલની સાથે લગ્ન કરશે. રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં અક્ષર પટેલ લગ્ન કરશે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 અને વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરવા સમયે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું હતું કે કેએલ રાહુલ અને અક્ષર પટેલ ફેમેલી કમિન્ટમેન્ટને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા.
લાંબા સમયથી એકબીજા સાથે છે
અક્ષર પટેલ અને મેહા પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પાછલા વર્ષે 20 જાન્યુઆરીના બંનેએ સગાઈ કરી હતી. હવે બંને લગ્ન માટે તૈયાર છે. હજુ બંનેના લગ્નની તારીખ નક્કી થઈ નથી. પરંતુ તેમ માનવામાં આવી રહ્યું છે કે અક્ષર પટેલે પોતાના લગ્નને કારણે બીસીસીઆઈ પાસે રજા લીધી છે. તેમ કહેવામાં આવી રહ્યું છે ક જે દરમિયાન ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલૂ સિરીઝ રમશે, આ દરમિયાન અક્ષર પટેલ ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરશે.
આ પણ વાંચોઃ Rishabh Pant: ઋષભ પંત વિશે સામે આવી મોટી માહિતી, ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો
કોણ છે મેહા પટેલ
રિપોર્ટ પ્રમાણે મેહા પટેલ એક આહાર અને પોષણ નિષ્ણાંત (dietician and nutritionist) છે. મેહા સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. તે હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ સિવાય તે અક્ષર પટેલ સાથેની તસવીરો પણ શેર કરતી હોય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 21 હજારથી વધુ ફોલોઅર છે.
ઉલ્લેખનીય છે કે ગર્લફ્રેન્ડ મેહા પટેલના હાથ પર અક્ષર પટેલના નામનું એક ટેટૂ પણ છે. અક્ષર પટેલે મેહાને પોતાના 28માં જન્મદિવસ દરમિયાન પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન બંનેએ એકબીજાને વીંટી પહેરાવી અને સગાઈ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે