નવી દિલ્હીઃ મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. પૂર્વ ક્રિકેટર ચેતન શર્માએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હાર્ટ એટેક આવ્યા બાદ શુક્રવારે કપિવ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમને છાતીમાં દુખાવો થયા બાદ દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન થયું છે.
ચેતન શર્માએ હોસ્પિટલના ડોક્ટર અતુલ માથુરની સાથે કપિલની એક તસવીર પોસ્ટ કરી છે. ડોક્ટર માથુરે કપિલની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. શર્માએ ડિસ્ચાર્જના સમયે કપિલ દેવનો એક ફોટો ટ્વીટ કર્યો જેની સાથે તેમણે કેપ્શન આપ્યુ- ડોક્ટર અતુલ માથુરે કપિલ પાજીની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. તેમને હવે સારૂ છે અને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
Dr Atul Mathur did Kapil paji angioplasty. He is fine and discharged. Pic of @therealkapildev on time of discharge from hospital. pic.twitter.com/NCV4bux6Ea
— Chetan Sharma (@chetans1987) October 25, 2020
આ પહેલા ચેતન શર્માએ કપિલ અને તેમની પુત્રીનો હોસ્પિટલમાંથી એક ફોટો ટ્વીટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કપિલનું ઓપરેશન સફળ રહ્યુ છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તે તસવીરમાં કપિલ દેવ બંન્ને હાથોથી થમ્સ અપ બનાવી રહ્યા હતા.
કપિલ દેવને હાર્ટ એટેક આવ્યા બાદ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને અન્ય જાણીતી હસ્તિઓએ તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરી હતી. ભારતને 1983મા પ્રથમ ક્રિકેટ વિશ્વ કપ વિજેતા બનાવનાર કપિલ ટેસ્ટ ક્રિકેટમાં ભારતના બીજા સૌથી સફળ બોલર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે