નવી દિલ્હીઃ વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે શનિવારે કહ્યું કે રિષભ પંતે ખુદે આલોચકોનો ખોટા સાબિત કરવા પડશે. તેમણે કહ્યું, 'પંત પ્રતિભાશાળી છે. તે કોઈને દોષી ન ઠેરવી શકે. તેણે જાતે પોતાનું કરિયર સફળ બનાવવું પડશે. તેનો એક રસ્તો છે કે તે રન બનાવે. તે આમ કરીને લોકોને ખોટા સાબિત કરી શકે છે.'
પૂર્વ કેપ્ટન ઈંગ્લેન્ડમાં 1983 વિશ્વકપમાં ભારતની ઐતિહાસિક જીત પર આધારિત ફિલ્મ '83'ના પ્રચાર માટે ચેન્નઈમાં હતા. તેમણે કેએલ રાહુલ દ્વારા ઓસ્ટ્રેલિયા અને ન્યૂજીલેન્ડ વિરુદ્ધ વિકેટકીપિંગ કરવાના સવાલના જવાબમાં કહ્યું, મને તે વિશે ખ્યાલ નથી. તેના પર નિર્ણય કરવો ટીમ મેનેજમેન્ટનું કામ છે. ખેલાડીઓએ જાતે પોતાનું આકલન કરવું પડશે. તેણે પસંદગીકારોને ટીમથી બહાર કરવા કે આરામ આપવાનો વિકલ્પ ક્યારેય ન આપવો જોઈએ.
આ મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુંબઈ વનડેમાં પંતને માથામાં પેટ કમિન્સનો બોલ વાગ્યો હતો. ચક્કર આવવાને કારણે તે ફીલ્ડિંગ કરવા ન આવ્યો, તેના સ્થાને કેએલ રાહુલે વિકેટકીપિંગ કરી હતી. રાહુલે રાજકોટમાં રમાયેલી બીજી વનડેમાં ન માત્ર વિકેટની પાછળ, પરંતુ પાંચમાં નંબર પર બેટિંગ કરતા 52 બોલમાં 80 રન ફટકાર્યા હતા.
પંત સ્વસ્થ થયા બાદ પણ ટીમ મેનેજમેન્ટે રાહુલ પાસે જ વિકેટકીપિંગ કરાવી. શિખર ધવન ઈજાગ્રસ્ત થયા બાદ રોહિતના જોડીદારના રૂપમાં ટોપ ઓર્ડરમાં એક બેટ્સમેનની જગ્યા ખાલી હતી. પરંતુ તેમ છતાં પંતને એક મધ્યક્રમના બેટ્સમેન મનીષ પાંડેએ ટીમની બહાર કર્યો. ટીમ ઈન્ડિયાના નવા પ્લામાં રાહુલ વિકેટકીપર-બેટ્સમેન તરીકે ફિટ થશે. ખુદ કેપ્ટન કોહલીએ પણ આ વાત કહી છે.
પંતે છેલ્લા એક વર્ષમાં 13 વનડે, 2 ટેસ્ટ અને 18 ટી20 મેચમાં 23.85ની એવરેજથી માત્ર 644 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 71 રન રહ્યો છે. તેણે ગત વર્ષે 2 ટેસ્ટમાં 58, 13 વનડેમાં 333 અને 18 ટી20 મેચમાં 253 રન બનાવ્યા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે