Home> Sports
Advertisement
Prev
Next

VIDEO : ભારતીય ખેલાડીઓએ જ્યારે એકબીજાને આપ્યો કેક મસાજ !

ધોનીના ધુરંધરોએ જીતની ખુશી કેદાર જાધવની બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરીને મનાવી

VIDEO : ભારતીય ખેલાડીઓએ જ્યારે એકબીજાને આપ્યો કેક મસાજ !

નવી દિલ્હી : મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)એ મંગળવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી દીધી હતી. ચેન્નાઈની આ સતત બીજી જીત હતી. ધોનીના ધુરંધરોએ આ જીતનું સેલિબ્રેશન કેદાર જાધવની બર્થ ડે પાર્ટીનું સેલિબ્રેશન કર્યું હતું. 

fallbacks

ટ્વિટર પર શેયર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન ધોનીની હાજરીમાં ડબલ ઉત્સાહથી કેદાર જાધવનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. આ દરમિયાન શર્ટલેસ સુરેશ જાધવનો હોથ સુરેશ રૈનાએ પકડી લીધા અને બીજા ખેલાડીઓ તેના આખા શરીર પર કેક લગાવી દીધી. ટીમમાં શામેલ વિદેશી ખેલાડીઓએ પણ બહુ મસ્તી કરી હતી. 

દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાલો થયો હતો. આ મેચને જોવા માટે ચેન્નાઈ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહો ધોનીની પત્ની અને દીકરી પણ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં જાહેર થયેલા વીડિયોમાં આ બંને મેચની મજા માણતા જોવા મળ્યા હતા. 

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More